Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

અમેરિકાના કેલિફોર્નિયામાં ૬૪ વર્ષીય શીખ સજજનની હત્યા કરવાના આરોપસર ર૧ વર્ષીય યુવાનની ધરપકડઃ રપ ઓગ. ર૦૧૯ ના રોજ પાર્કમાં ઇવનીંગ વોક માટે નીકળેલા શીખ વૃદ્ધ પરમજીત સિંઘ પર હુમલો કરી હત્યા નિપજાવ્યાની શંકા

         અમેરિકાના કેલિફોર્નિયામાં ભારતીય મૂળના ૬૪ વર્ષીય શીખ સજજન ઉપર મરણતોલ હુમલો કરી હત્યા નિપજાવવાના આરોપસર પોલીસ ડિપાર્ટમેન્ટએ ર૧ વર્ષીય યુવાન એન્થોની ક્રેઇટર રોહાડસની શકમંદ આરોપી તરીકે ધરપકડ કરી છે.

         રપ ઓગ. ર૦૧૯ ના રોજ ગ્રીચેન ટેલી પાર્કમાં ઇવનીંગ વોક માટે નીકળેલા ૬૪ વર્ષીય શીખ સજજન પરમજીત સિંઘ ઉપર હુમલો કરી હત્યા નિપજાવનાર આરોપી વિશે જાણકારી મેળવવા તેમના પરિવારે ર૦ હજાર ડોલરનું ઇનામ જાહેર કર્યુ હતુ. તે સંજોગોમાં ટ્રેસી પોલીસ ડીપાર્ટમેન્ટએ ઉપરોકત યુવાનની શકમંદ આરોપી તરીકે ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજુ કર્યો હતો. તથા તેના ઘર અને અન્ય સ્થળોએથી પગેરુ મેળવવા રીમાન્ડની માંગણી  કરી છે. જો કે હત્યા કરવાનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. તેવુ સમાચાર સુતો દ્વારા જાણવા મળે છે.

 

પાકિસ્તાનમાં અપહરણ કરાયેલી શીખ યુવતિને ટુંક સમયમાં ઘેર પરત ફરવાની મંજુરી અપાશેઃ બન્ને પરિવારો વચ્ચે સમાધાન થઇ ગયું હોવાનું જણાવતાં પંજાબ પ્રાંત ગવર્નર મોહમ્મદ સરવર

 (ફોટો.pakistan)હેડીંગ મેટર

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં શીખ યુવતિના અપહરણ તથા ફરજીયાત ધર્માતર મામલે ભારે ઉહાપોહ બાદ બંને પરિવારો વચ્ચે સમજુતિ થઇ ગઇ છે તથા બહુ જલ્દીથી એટલે કે ટુંક સમયમાં જ યુવતિને તેના ઘેર પરત મોકલી દેવાશે તથા તેની માતા સાથે મુલાકાત કરાવી દેવાશે તેવું પંજાબ પ્રાંતના ગવર્નર મોહમ્મદ સરવરએ સમાચાર સૂત્રોને જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે નનકાના સાહેબ સ્થિત ગુરૂદ્વારાના મુખ્ય પુજારીના ઘેર રાત્રે જઇ બંદુકની અણીએ અપહરણ કરી જનાર સાતથી આઠ લોકોની ટોળી વિરૂધ્ધ પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે અનુસંધાને ભારતમાં પણ વિરોધ પ્રદર્શન કરાયા હતા. આખરે આ બાબતે પાકિસ્તાન સરકારે તુરંત પગલા લઇ યુવતિને મુકત કરાવી લાહોરના આશ્રય ગૃહમાં રાખી છે. અને હવે તેને ટુંક સમયમાં તેના ઘેર જવા દેવાની મંજુરી અપાશે તેમ જણાવાયું છે.

(9:40 pm IST)