Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

કોલકત્તામાં સવારથી બપોર સુધીમાં ભારે વરસાદ: પશ્ચિમ બંગાળમાં ૪૮ કલાક હજુ ભારે વરસાદ પડવાની આગાહી

કોલકત્તામાં આજે સવારે સાડા આઠ થી બપોરે અઢી વચ્ચે ત્રણથી સાડા ત્રણ ઇંચ જેવો ભારે વરસાદ પડી ગયો છે. વાતાવરણ હજુ પણ એવું જ ઘેરાયેલું અને વરસાદ ચાલુ છે. ત્યારે ઊત્તર બંગાળની ખાડી માં હવાનું હળવું દબાણ સર્જાતાં કોલકત્તા સહિત પશ્ચિમ બંગાળમાં આવતા 48 કલાક સુધી ભારે વરસાદ પડશે તેવી આગાહી થઈ છે.

 

(11:11 pm IST)