Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

ચાલુ ક્વાર્ટરમાં H-1B વિઝા આપવામાં 41 ટકાનો ઘટાડો : ટ્રમ્પની વિઝા પોલિસી વિદેશી એન્જીનીયરોને આવતા રોકી રહી હોવાથી દેશનું અર્થતંત્ર જોખમાશે : અમેરિકાની ગ્લોબલ કંપનીઓએ ધરેલી લાલબત્તી

વોશિંગટન : ગયા વર્ષ 2017 ની સાલના ક્વાર્ટર કરતા ચાલુ વર્ષના ક્વાર્ટરમાં  એચ.-1બી વિઝાની સંખ્યામાં 41 ટકાનો ઘટાડો નોંધાતા અમેરિકાની ગ્લોબલ કંપનીઓએ ટ્રમ્પની વિઝા પોલિસી વિરુદ્ધ લાલબત્તી ધરી છે.જે મુજબ વિઝા ધારકોની સંખ્યા ઘટવાથી દેશને વિદેશોના કુશળ એન્જીનીયરોની તંગી વેઠવાનો વારો આવશે.જે બાબત દેશના અર્થતંત્ર માટે જોખમી પુરવાર થશે.ઉપરાંત વર્ક વિઝા માટેના નિયમો પણ કડક બની રહ્યા હોવાથી હોસ્પિટલો હોટલો,તેમજ એન્જીનીઅરીંગ કંપનીઓને પણ કુશળ કર્મચારીઓની ખોટ પડશે તેવો ભય વ્યક્ત કરાયો છે.

(12:34 pm IST)