Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની હત્યાનું કાવતરુ : ભાજપના ગૃહમંત્રીના આકરા પ્રહારો: કોંગ્રેસના મુખ્ય પદાધિકારીઓ સહિત ૯ની ધરપકડ : શિવરાજ સિંહના રથ ઉપર ભારે પથ્થરમારો : રથના કાચનો ભૂકકો

ભોપાલ: મધ્ય પ્રદેશના ગ્રહમંત્રી ભુપેન્દ્રસિંહએ જાહેર કર્યું છે કે આજે ભાજપના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની રથયાત્રા ઉપર જે પથ્થરમારો કરવામાં આવ્યો તેની પાછળ શિવરાજસિંહની હત્યાનો પ્લાન હતો

 તેમણે ત્યાં સુધી કહ્યું છે કે ચુરહટ વિધાનસભા ક્ષેત્રમાં રવિવારે મોડી રાત્રે અસામાજિક તત્વો દ્વારા ભારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેમાં અત્યાર સુધીમાં નવની ધરપકડ થઈ છે. જેમાં લગભગ તમામ લોકો કોંગ્રેસના અગ્રણી હોદેદારો છે.

 મુખ્યમંત્રી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. રથના કાચ તૂટી ગયા હતા. જો કે કોઈને  ઇજા થઇ નથી.

બાબતે ઉગ્ર પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે રાહુલ ગાંધી સમજી લઈએ કે તેમના માતા પિતા ની દયાથી હું મુખ્યમંત્રી બન્યો નથી

મારી મહેનતથી બન્યો છું.

દરમિયાનમાં મધ્યપ્રદેશના ગૃહમંત્રી ભૂપેન્દ્રસિંહ જણાવ્યું છે કે આજના હુમલાને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે.

તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે સંપુર્ણ રીતે હત્યાની સાજીશ હતી. મધ્યપ્રદેશમાં પ્રકારની કોઈ રાજનૈતિક પરંપરા આજ સુધી રહી નથી. કોંગ્રેસે સત્તા માટે એક નવી શરૂઆત હિંસા દ્વારા કરી છે. કોંગ્રેસ સત્તા મેળવવા માટે કોઇ પણ હદે જઈ શકે છે

તેમણે કહ્યું કે છેલ્લા થોડાક દિવસમાં કોંગ્રેસી નેતાઓએ કોઈને નાલાયક કહયા, કોઈને મદારી કીધા, કોઈને વેશ્યા કહયા, કોઈને જનરલ ડાયર કહયા. બધું કોંગ્રેસની હતાશા અને નિરાશા દર્શાવે છે

હવે કોંગ્રેસ હિંસા પર ઉતરી ગઇ છે. હુમલા પછી શિવરાજસિંહે ચુરહટમાં સભાને સંબોધતા કહ્યું હતું કે કોઈ એક જગ્યાએ  પથ્થરમારો કરો તો શિવરાજનું શું બગડી જવાનું છે. ચોરીછૂપીથી પથ્થરો ફેંકવાવાળાની પરિપક્વતાની રાજનીતિ નથી પરંતુ બાળક જેવી હરકતો છે. તેમણે કહ્યું કે કાળા વાવટા ફરકાવવા થી શિવરાજનું શુ બગડી જવાનું છે. શિવરાજ સિંહ પર હુમલાના મધ્યપ્રદેશમાં ભારે ગંભીર પડઘા પડયા છે.

(10:55 am IST)