Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

સ્વદેશી વિમાનવાહક જહાજ વિક્રાંતનું સફળપૂર્વક પરીક્ષણ : કરાયું :રક્ષામંત્રીએ કહ્યું - સંરક્ષણક્ષેત્રે આત્મનિર્ભરતાનો પુરાવો

સ્વદેશી વિમાનવાહક જહાજની રચના અને નિર્માણ રાષ્ટ્ર માટે એક મોટી સિદ્ધિ

નવી દિલ્હી :  સ્વદેશી વિમાનવાહક જહાજ વિક્રાંતનું આજે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે તે સંરક્ષણક્ષેત્રે આત્મનિર્ભરતાનો સાચો પુરાવો છે. એક ટ્વિટમાં તેમણે કહ્યું કે, કોવિડને ધ્યાનમાં લીધા વગર આ ઐતિહાસિક સીમાચિહ્ન સફળ રીતે તરતું મુકાયું એ તમામનું સમર્પણ અને પ્રતિબદ્ધતા દર્શાવે છે. બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે સ્વદેશી વિમાનવાહક જહાજ 'વિક્રાંત' ના દરિયાઈ પરીક્ષણની પ્રશંસા કરી છે. તે ભારતીય નૌકાદળ માટે કોચીન જહાજવાડા દ્વારા સ્વદેશી રીતે બનાવવામાં આવેલ ભારતનું સૌથી જટિલ યુદ્ધજહાજ છે. તેમણે કહ્યું કે, સ્વદેશી વિમાનવાહક જહાજની રચના અને નિર્માણ રાષ્ટ્ર માટે એક મોટી સિદ્ધિ છે. આ મેક ઇન ઇન્ડિયા અને પ્રધાનમંત્રીની આત્મનિર્ભર ભારત ઝુંબેશનું સાચું પ્રતિબિંબ છે. તેમણે કોચીન શિપયાર્ડ અને ભારતીય નૌકાદળને દેશને ગૌરવ અપાવવા બદલ અભિનંદન આપ્યા હતા. વિક્રાંતના આ પરિક્ષણ દ્વારા વિવિધ નેવિગેશન, કોમ્યુનિકેશન અને અન્ય સાધનોનું સમુદ્રમાં સખત પરીક્ષણ કરવામાં આવશે

 

(7:38 pm IST)