Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

સોમવારથી ટ્રકના પૈડાં થંભી જશે : ત્રણ દિવસ ટ્રાન્સપોર્ટ હડતાલ : ચક્કાજામ કરી અવાજ ઉઠાવશે

ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે 4 મુખ્ય માંગની સાથે દેશવ્યાપી હડતાલનું એલાન કર્યું

નવી દિલ્હી: ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે 4 મુખ્ય માંગની સાથે 10 ઓગસ્ટથી દેશ અને પ્રદેશમાં 3 દિવસની હડતાલનું એલાન કર્યું છે એઆઈએમટીસી દિલ્હીનાં અધ્યક્ષ કુલતરણ સિંગ આટવાલ અને પ્રદેશ વેસ્ટ ઝોનના અધ્યક્ષ વિજય કાલરા સહિત દરેક પદાધિકારીની સહમતિ ચક્કાજામ કરીને હડતાલ નક્કી કરાઈ છે.

એઆઈએમટીસીના પ્રદેશ ઉપાધ્યક્ષ અજય શર્માએ જણાવ્યું છે કે,તમામ કાર્યકારીઓની સહમતિથી સભામાં આ નિર્ણય લેવાયો છે કે અમારી 4 માંગને માનવામાં નહીં આવે તો અમે સમસ્ત ટ્રાન્સપોર્ટ્સ 10થી 12 ઓગસ્ટ સુધી 3 દિવસ માટે બંધ કરીશું, આ સાથે ટ્રાફિક જામ પણ કરીશું. ભોપાલ સહિત પ્રદેશમાં 4-5 લાખ ટ્રક, બસ સહિત તમામ નાના વ્યવસાયિક વાહન ચલાવી શકાશે નહીં. કોરોનાથી જન્મેલી પરિસ્થિતિને કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સંકટમાં મૂકાયો છે

RTO સીમાઓની ચેક પોસ્ટને ખતમ કરવામાં આવે. ડીઝલ પર વેટમાં ઘટાડો કરવામાં આવે. રોડ ટેક્સ અને ગુડ્સ ટેક્સમાં 6 મહીનાની છૂટ આપવામાં આવે.અને ચાલકોને કોવિડ વીમા આપવામાં આવે તેવી ચાર મુખ્ય માંગણી છે

કોરોનાથી પેદા થઇ રહેલી પરિસ્થિતિઓએ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ સંકટમાં નાખી દીધો છે. સવારી અને પરિવહન માટે સામાન નહીં મળવાથી હજારો બસો, ટ્રકો, ટેક્સી, ટેમ્પો વગેરે ચાલી નથી શકતી. અનેક ટ્રાન્સપોર્ટર તો ગાડીઓ વેચવા માટે મજબૂર છે. આ ધંધા સાથે જોડાયેલ હજારો લોકોને પહેલેથી જ ઘરે બેસાડી દેવામાં આવ્યાં છે અને જેઓ નોકરી પર બચેલા છે તેમની પર પણ તલવાર લટકી રહી છે.

રોડ ટેક્સની સાથે લોન પર લેવામાં આવી ગાડીઓની EMI ભરવાનું પણ સંકટ છે. સવારી અને પરિવહનનો ઓર્ડર નહીં મળવાથી અંદાજે 80 ટકા ગાડીઓનાં પૈડાં થંભી ગયા છે. ઘણાં બધાં લોકોએ ગાડીઓ અને RTO કાર્યાલયમાં સરેન્ડર કરી દીધાં છે. જેનાંથી રોડ ટેક્સ ન આપવો પડે. જો કે, રોડ ટેક્સ બચાવવાનો લાભ તેઓ ત્રણ મહીના જ લઇ શકે છે.

(9:17 pm IST)