Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

મેડિકલ સ્ટાફ માટે પર્સનલ પ્રોટેકશન કીટ બની રહી છે પર્સનલ સફોકેશન કીટ!

ઉત્પાદનમાં વધારો, ગુણવત્તા સામે આંખ આડા કાન

રાજકોટ,તા.૪ : કોરોના વોરિયર્સમાં સૌથી પહેલું નામ જેનું આવે છે તે છે મેડિકલ સ્ટાફ. મેડિકલ સ્ટાફ કોરોના સંકમિટ લોકોના સીધા સંપર્કમાં આવે છે તેનો ઈલાજ કરે છે, તેની સેવા કરે છે. મેડિકલ સટાફમાં ડોકટરો, નર્સ, મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો કે જેમને કોરોના સંક્રમિત લોકો સામે રક્ષણ મળે તે માટે PPE  કીટનો ઉપયોગ અનિવાર્ય છે. PPE કીટ એટલે પર્સનલ પ્રોટેકશન કીટ કે જેના ઉપયોગથી કોરોનાના વાયરસને મેડિકલ સેવાર્થીઓને પોતાની જાતનું સુરક્ષા કવચ મળી શકે છે. પણ કોરોના જેવી મહામારીના સમયે પણ ગુણવત્તા સામે ન જોનારા કેટલાક ઉત્પાદકોએ તેનું ઉત્પાદન એટલું બધું વધારી દીધું કે ૨૦ લાખથી વધુ PPE કીટ અત્યારે ઉપયોગ વગરની ફાજલ છે.

હકીકતમાં  PPE કીટ પોલીથીન મટીરિયલની બનેલી હોવાથી આ કીટ સુરક્ષા તો ઠીક સફોકેશનનું એક મશીન સાબિત થઇ રહી છે. મેડિકલ સ્ટાફ આ  PPE કીટને 'સ્વેટ ચેમ્બર' નામથી પણ ઓળખાવે છે કારણકે આ કીટ પહેર્યા બાદ અસહ્ય ગરમી થાય છે. કેટલાક એવું પણ કહે છે કે આ કીટ મેડિકલ ઉપયોગમાં તો ઠીક ઘર વપરાશમાં પણ આવી શકે તેમ નથી સાથે નિકાસને તો લાયક કેમ મણિ શકાય? ગુણવત્તાની દ્રષ્ટિએ બરાબર ન હોવાથી આ કીટ લાંબા સમય સુધી પહેરી શકાય તેમ નથી આ કીટ પહેર્યા બાદ ગરમી અને સ્ટ્રેસ અનુભવાય છે જેને લીધે સટાફની તબિયત બગડે છે. 

૬૦૦ કંપનીઓ દ્વારા PPE કીટનું ઉત્પાદન

લોકડાઉનમાં વિદેશી કીટ આવી શકે તેમ નહતી આયાત ઉપર પ્રતિબંધ હોવાના લીધે ૬૦૦ સ્થાનિક કંપનીઓ એ PPE કીટનું ઉત્પાદન શરૂ કર્યું હતું. ભારતીય સ્ટાન્ડર્ડ મુજબ ISO ૧૧૦૯૨ હેઠળ કીટ ચકાસણીની માંગ કરવામાં આવી પણ ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવા માટે આ સ્ટાન્ડર્ડ ૩ દિવસમાં જ હટાવી દેવામાં આવ્યામ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આ માપદંડ મુજબ PPE કીટ બનાવવાનું શરૂ થયુંમ તિરુપુર ઇન્કયુબેશન સેન્ટર ફોર ટેકસટાઇલ એન્ડ અપેરલ્સના CEO પી.સુબ્રમણીયમના કહેવા અનુસાર કેટલીક ફરિયાદો મળી પછી પણ PPE કીટ બનાવવા માટે એવા માલનો ઉપયોગ કરવામાં આવે છે કે જેમાં શ્વાશ લેવાનું પણ શકય બનતું નથી. નોનવુવન મટીરીયલ અને પોલિથીન વળી PPE કીટમાં આ ફરિયાદ વધુ જોવા મળી.

સ્ટાન્ડર્ડ જળવાયું ના હોય તેવી કીટના ગેરફાયદા

૪૦ દુગારી તાપમાન ઉપર આ કીટ શ્વાસ ન લઇ શકાય તેવી બની જાય છે.

ઉલ્ટી, ચક્કર જેવી ફરિયાદો ઉભો થાય છે.

કોરોનાને લીધે A .C પણ બંધ હોય છે.

સંક્રમણની સમસ્યાને દૂર રાખવા બીજી કેટલીક નવી સમસ્યાઓને નોતરૂ મળે છે.

પીપીઇ કીટ પરત

સ્વાસ્થ્ય મંત્રાલયના સૂચન અનુસાર ૬૦ દિવસ પછી જ ભારત દુનિયાનો બીજો દેશ બની ગયો કે જયાં PPE કીટનું ઉત્પાદન થતું હોય. કિટની કિંમત પહેલા ૧૫૦૦ રૂ. હતી જે ઘટીને અત્યારે ૩૦૦ રૂ. થઇ ગઈ છે. BIS  એ પહેલા જ જે ચિંતા વ્યકત કરી હતી તે મુજબ જ થયું કે કેટલીક હોસ્પિટલોએ ૭૦% કીટ પરત કરી દીધી છે.

BIS એ જૂન મહિનામાં બીજા  સ્ટાન્ડર્ડ લાગુ કર્યા

બે મહિના પછી BIS ૧૬ જૂને નવી વ્યવસ્થાના ભાગરૂપે PPE કીટ માટેના નવ સ્ટાન્ડર્ડ મુકવામાં આવ્યા છે. આ સ્ટાન્ડર્ડ રજુ કરવા માટે એક નિષ્ણાતોની ટીમને સામેલ કરવામાં આવી. આ ટીમની સલાહ મુજબ હવે કંપનીઓ એવી PPE કીટ બનાવે છે જેમાં શ્વાસ લેવાનું શકય બને.

(3:56 pm IST)