Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

શું વિશ્વમાં કોરોનાની બીજી લહેર આવશે : ભારતના ૯ રાજયોમાં કોરોનાનો કહેર

ઓસ્ટ્રેલિયા, જાપાન, વિયેટનામમાં ફરી નોંધાય રહયા છે નવા કેસ

નવી દિલ્હી : કોરોના મહામારીએ વિશ્વને લાચાર કરી દીધુ છે કોરોના કેસમાં રર-ર૯ માર્ચ સુધીમાં કેસમાં ખુબ જ વધારો થઇ રહયો હતો. ત્યાર બાદ આ જીવલેણ વાયરસના સંક્રમણની ઝડપ ધીરે ધીરે વિશ્વમાં ઓછી થઇ રહી છે. પરંંતુ છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસ આવતા ચિંતામાં વધારો થયો છે. આ મહામારીએ હવે દેશની તેમનો શિકાર બનાવી રહયો છે. એટલું જ નહી આ બીમારી વિશ્વમાં ફેલાઇ રહી છે. જયાં આ સંક્રમણ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું છે.

ભારતમાં કોરોનાની રફતાર ૧ર મોટા રાજયોમાં આછો થયો છે. પરંતુ આ જીવલેણ વાયરસ હવે ૯ અને રાજયોને તેજીથી તેમની ઝપેટમાં લેવાનું શરૂ કરી દીધુ છે. બિહાર, યુપી જેવા રાજયોમાં ઝડપથી આ બીમારી ફેલાઇ રહી છે. તે ચિંતાનો વિષય છે. દેશમાં કોરોના કેસ ૧૮ લાખથી વધુ થઇ ચુકયા છે.

ઓસ્ટ્રેલીયા, જાપાન, વિયેટનામમાં ફરીથી નવા કેસ નોંધાય રહયા છે. યુરોપણમાં પણ કેસ  સતત વધી રહયા છે. હાલમાં વિશ્વમાં અંદાજે ર.૬ લાખ કોરોના કેસ  સામે આવી રહયા છે. ચીનથી શરૂ થયેલી આ બીમારી ધીરે ધીરે વિશ્વને તેમની ઝપટમાં લીધી હતી. યુરોપ, એશિયા અને અમેરિકામાં આ બીમારીએ કહેર મચાવ્યો છે. ઈસ્ટ ગુુયાના, ઝીમ્બાબ્વે, જાંબીયા, લિીબયા, ઇથોપીયા, વેનેેઝુએલા, લેબનાન, કેન્યા, મોરક્કો, કોલંબીયા અને મેડીગાસ્કર જેવા દેશોમાં કોરોનોથી સંક્રમણનો દર વધી રહયો છે.

(2:51 pm IST)