Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

આઇપીએલમાં ચીની સ્પોન્સર રાખીને BCCIએ દેશનું અપમાન કર્યું: બહિષ્કાર કરો : સ્વદેશી જાગરણ મંચ

ચીની સ્પોન્સરશિપ જાળવા રાખવાના BCCIના નિર્ણય પર નારાજગી

 

મુંબઈ: ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 સિઝન 19 સપ્ટેમ્બરથી યુનાઈટેડ અરબ અમિરાતમાં રમાવા જઈ રહી છે. IPLના મુખ્ય સ્પોન્સર તરીકે ચીની કંપની વીવોને યથાવત રાખી છે. જે બાદ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ  સાથે સંકળાયેલા એક સંગઠને તેનો વિરોધ કર્યો કર્યો છે.IPL માટે ચીની સ્પોન્સરશિપ જાળવા રાખવાના BCCIના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરતા સ્વદેશી જાગરણ મંચ (SJM)એ જણાવ્યું કે, લોકોએ T-20 ક્રિકેટ લીગનો બહિષ્કાર કરવા અંગે  વિચાર કરવો જોઈએ.

આ અંગે SJMના સહ-કન્વિનર અશ્વિન મહાજને જણાવ્યું કે,“ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ઈન્ડિય પ્રીમિયલ લીગ (IPL)ની મેનેજમેન્ટ કમિટીએ ચીની સૈનિકો સાથે હિંસક અથડામણમાં શહીદ થયેલા ભારતીય સૈનિકોના બલિદાનનું અપમાન કર્યું છે.

જ્યારે દેશ અર્થ વ્યવસ્થાને ચીની પ્રભુત્વથી મુક્ત કરવા માટે આકરી મહેનત કરી રહ્યો છે. સરકાર પણ ચાઈનીઝ પ્રોડક્ટ્સને ભારતીય બજારોથી દૂર રાખવા માટેના તમામ પ્રયત્ન કરી રહી છે. એવામાં IPLનો આ નિર્ણય દેશના મૂડથી વિપરીત છે. લોકોએ આ ક્રિકેટ લીગનો બહિષ્કાર કરવા પર વિચાર કરવો જોઈએ.

મહાજને BCCI અને IPLના આયોજકોને ચાઈનીઝ કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટ યથાવત રાખવાના નિર્ણય પર પુનર્વિચાર કરવાની સલાહ આપતા જણાવ્યું કે, દેશની સુરક્ષા અને ગરિમાથી સર્વોપરિ કશું જ ના હોય.

IPL મેનેજમેન્ટ કમિટીએ રવિવારે ટૂર્નામેન્ટના મુખ્ય સ્પોન્સરશિપ તરીકે ચીની કંપનીઓને જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. ચીની મોબાઈલ ફોન નિર્માતા કંપની VIVO આ T-20 લીગની મુખ્ય સ્પોન્સર છે. VIVOએ 5 વર્ષના આ કરાર માટે BCCIને 2000 કરોડ રૂપિયાથી વધુની ચૂકવણી કરી છે.

(1:15 pm IST)