Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

કોરોનાએ કર્યા બેરોજગાર

ચામડાના ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોમાંથી માત્ર તામિલનાડુમાં જ ૭૫ હજાર લોકોએ નોકરી ગુમાવી

નવી દિલ્હીઃ કોરોના અને લોકડાઉન વિશ્વને એવો ફટકો આપી ગયું કે જેમાંથી બેઠા થતાં બહુ કપરાં ચઢાણ ચઢવા પડે એમ છે.દેશના અનેક ઉદ્યોગોને કોરોનાની માર પડી છે.

કેટલાક ઉદ્યોગો બંધ થવાના આરે છે તો કેટલાક અર્ધમૃત અવસ્થામાં છે. કોરોનાના લોકડાઉન એ દેશના અસંખ્ય લોકોને બેરોજગાર કરી નાખ્યા છે. દેશનો કોઈ એવો ઉદ્યોગ નહીં હોય કે જયાં કર્મચારીની છટણી ન થઈ હોય. ચામડાના ઉદ્યોગો સાથે જોડાયેલા લોકો અત્યારે બેરોજગાર બની ગયા છે.

માત્ર તામિલનાડુની જ વાત કરીએ તો તામિલનાડુના તિરૂપુર,રાનીપેટ,અને વેલુંર ચામડાના ઉદ્યોગ માટે જાણીતા છે.વેલુંરમાં ચામડાના ઉદ્યોગ સાથે જોડાયેલા ૭૫૦૦૦ હજાર લોકો બેરોજગાર બની ગયા છે જેમાંથી મોટાભાગે મહિલાઓ બેરોજગાર થઈ છે.

કર્મચારી છટણીનું કારણ

લેધર સેકટર સાથે જોડાયેલા ઉદ્યોગો માટે આંતરરાષ્ટ્રીય સપ્લાયની ચેન ડિસ્ટર્બ છે જેને લીધે ઉદ્યોગો બંધ છે. આબુર, વણીયાવાડી, રાનીપેટ, વિશ્રામ અને પેરનાબુટ વિસ્તારમાં ચામડાના ઉદ્યોગો ધમધમતા હતા જે અત્યારે સુમસાન પડ્યા છે.

આર્થિક ફટકો

હાલની સ્થિતિને પગલે કેટલાક ઉદ્યોગોએ કર્મચારીને છુટા ન કરતા તેમને મહિનાના ૫ દિવસ રોજગારી આપે છે. જેના લીધે કર્મચારીઓ ને ઘર ચલાવવું અઘરૃં થઈ ગયું છે આર્થિક ભીંસ ના લીધે તેઓ બીજા કામ ગોતવા માટે મજબૂર થઈ ગયા છે.

ઓર્ડર કેન્સલ

કાનપુરની સ્થિતિ જોઈએ તો કાનપુરના ચામડાની માંગ દુનિયાભરમાં છે યુરોપના દેશો અને આસપાસના દેશો માંથી કાનપુરના ચામડાની ડિમાન્ડ રહે છે આ વર્ષે ત્યાંના બધા ઓર્ડર કેન્સલ થયા છે.

ટ્રેડ યુનિયનના અધિકારી શંુ કહે છે

મેં મહિનામાં લોકડાઉન હળવું થતાં હવે ઉદ્યોગોનું સંચાલન થતું જાય છે પણ ચામડાના ઉદ્યોગો આંતરરાષ્ટ્રીય ચેન સાથે જોડાયેલ હોવાથી કંપનીઓએ કર્મચારી છટણી કરવાની ફરજ પડી છે જેના પગલે ૫૦ ટકા થી વધુ કર્મચારી અત્યારે બેરોજગાર થઈ ગયા છે. —જે.રૂબન જનરલ સેક્રેટરી તામિલનાડુ ટ્રેડ યુનિયન

(11:47 am IST)