Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

સેલિબ્રિટીઝનું ઓનલાઈન રાખી સેલિબ્રેશન

કોરોનાના લીધે આ વર્ષે બધા તહેવારો ઉજવાશે ઓનલાઈન

રાજકોટઃ કોરોનાની અસરને લીધે લોકોની કેટલીક આદતો,સ્વભાવ, ઉજવણીના માધ્યમો જ બદલી ગયા છે. હાલ બધુજ ઓનલાઇન થાય છે જેમાં આ વર્ષે લોકોને રક્ષાબંધન જેવા ભાઈબહેનના પવિત્ર તહેવારને પણ ઓનલાઈન સેલિબ્રેટ કરવા મજબૂર કરી દીધાં છે. ભાઈબહેનના તહેવારમાં આ એક મહત્વનો તહેવાર ગણવામાં આવે છે. જેમાં બહેન ભાઈના દ્યરે જઈને રાખડી બાંધીને ભાઈના લાંબા આયુષ્યની કામના કરે છે. અને સામે ભાઈ તેના પ્રેમ સ્વરૂપે બહેનની આજીવન રક્ષા કરવાનું વચન આપે છે. રક્ષાબંધન ઉજવવા પાછળના અનેક પ્રસંગો આપણે સાંભળ્યા જ છે. આ વર્ષે એક નવો અનુભવ અને પ્રસંગ જીવનમાં યાદ રહે તેવો થશે.

તો સેલિબ્રિટીઝ માટે પણ આ વર્ષનું રક્ષાબંધન સેલિબ્રેશન ઓનલાઈન થશે.

'ભાખરવડી'ફેઈમ અભિષેક

'ભાખરવડી'અભિષેકની ભૂમિકા કરવાવાળા અક્ષય જણાવે છે કે હું મીરા રોડ ઉપર રહુ છું જે મારા સેટથી નજીક છે મારું દ્યર થાણે છે એટલે આ સંજોગોમાં એવું જ લાગે છે કે આ વર્ષે રક્ષાબંધન ઓનલાઈન જ ઉજવવી પડશે.

'અલાદ્દીન'ની અભિનેત્રી સ્મિતા બંસલ

'અલાદ્દીન' નામસાંભળ્યું જ હશે સિરિયલ 'અલાદ્દીન'ની અભિનેત્રી સ્મિતા બંસલ કહે છે કે મારો ભાઈ લંડન રહે છે. અમે દરવર્ષે મળી નથી શકતાં હું મારા ભાઈને અગાઉ રાખડી મોકલી આપું છું.આ વર્ષે અમે બંનેએ ઓનલાઈન રાખી સેલિબ્રેશનનો પ્લાન કર્યો છે.અમે એકબીજાની ખૂબ મસ્તી કરીશું.

અમે વર્ચ્યુલ સેલિબ્રેશન કરીશું

ગ્રેસી સિંહ કહે છે કે હું દરવર્ષે આ ખાસ દિવસને ઉજવવા માટે દિલ્હી મારા પરિવાર સાથે ઉજવણી કરવા જતી હોઉં છું પણ આ વર્ષે મહામારીના લીધે નહીં જય શકું. આ વર્ષે મેં ભાઈને એક સુંદર રાખડી અને ભેટ અગાઉ મોકલી આપી છે અને અમે વર્ચ્યુલ સેલિબ્રેશન કરીશું.

અભિનેત્રી કામના પાઠક

અભિનેત્રી કામના પાઠક જણાવે છે કે આ વર્ષે લોકડાઉન બધાના માટે એક પરીક્ષા સમાન હતું. હું મારા પરિવાર સાથે ઈન્દોર હતી મારો ભાઈ નાટકના કામના લીધે ચંડીગઢ હતાં ત્યારે હવે હું મુંબઈ આવી છું એટલે હવે લાગે છે કે અમે બંને નહીં મળી શકીએ એટલે ઓનલાઈન જ રાખી ઉજવીશું.

(11:41 am IST)