Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

વિશ્વમાં કોરોનાના ૧.૮૪ કરોડથી વધુ કેસ : કુલ મૃત્યુઆંક થયો ૬,૯૭,૧૮૯

ભારતમાં ર૪ કલાકમાં પર૦પ૦ કેસ : ૮૦૩ના મોત : વિશ્વમાં કુલ એકટીવ કેસ ૬૦ લાખ ૭૩ હજારથી વધુ

નવી દિલ્હી, તા. ૪ : દેશમાં ર૪ કલાકની અંદર પર૦પ૦ નવા કેસ નોંધાયા છે અને એ દરમ્યાન ૮૦૩ લોકોના મોત થયા છે.

દેશમાં કોરોના પોઝીટીવ કેસની કુલ સંખ્યા ૧૮,પપ,૭૪૬ની થઇ છે. જેમાં પ,૮૬,ર૯૮ સક્રિય કેસ છે. ૧ર,૩૦,પ૧૦ લોકો ઠીક થયા છે અને દેશમાં અત્યાર સુધીમાં ૩૮૯૩૮ લોકોના મોત થયા છે.

દેશમાં કુલ ર,૦૮,૬૪,૭પ૦ ટેસ્ટ થયા છે. જેમાં ગઇકાલે ૬,૬૧,૮૯ર ટેસ્ટ કરાયા હતાં.

વિશ્વની વાત કરીએ તો કુલ ૧,૮૪,૪૩,૪૮૪ કેસ થયા છે અને ૬,૯૭,૧૮૯ લોકોના મોત થયા છે. જેમાં અમેરિકામાં ૧,પ૮,૯ર૯ લોકોના મોત થયા છે. જયારે બ્રાઝીલમાં ૯૩૭૦ર, મેકસીકો ૪૮૦૧ર, યુકે ૪૬ર૧૦, ઇટાલી ૩પ૧૬૬, ફ્રાંસ ૩૦ર૯૪, પેરૂ ૧૯૮૧૧, સ્પેન ર૮૪૭ર, ઇરાન ૧૭૪૦પ,ના મોત થયા છે.  વિશ્વમાં ૬૦,૭૩,૩૭૮ એકટીવ કેસ છે.

(11:38 am IST)