Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

ત્રણ દિવસમાં ૩૮નો ભોગ લેવાઇ ગયો

કોરોનાનો ક્રુર ભરડોઃ રાજકોટમાં ૧૫ મોત

રાજકોટ સિવિલ હોસ્પિટલ કોવિડ સેન્ટરમાં ૯ તથા ખાનગી હોસ્પિટલમાં ૧ દર્દીનું મોતઃ રાજકોટના વર્ધમાનનગરના રશ્મીકાંતભાઇ બારભાયા (ઉ.૬૫), મોચીબજારના બાનુબેન ભાડુલા (ઉ.૬૦), રૈયા રોડ વૈશાલીનગરના છેલાભાઇ પરમાર (ઉ.૬૧), રાજકોટ વાવડીના અશોકભાઇ સારીયા (ઉ.૩૧), રાજકોટ પરસાણાનગર-૩ના નિર્મળાબેન જાની (ઉ.૭૪), કોઠારીયા રોડના ભીખુભાઇ જોષી (ઉ.વ.૮૦), હનુમાન મઢી રામનગરના વિજયભાઇ સોલંકી (ઉ.૭૦), ગોંડલના હમિદાબેન હાડા (ઉ.૬૦), થાનના કાથડભાઇ ધાધલ (ઉ.૬૦), પડધરીના વિજ્યાબેન કામરીયા (ઉ.૪૯), પડધરીના રહિમાબેન માંડલીયા (ઉ.૬૫), ટંકારાના શૈલેષભાઇ જાદવજીભાઇ (ઉ.૩૮),ધ્રાંગધ્રાના દિલીપભાઇ દવે (ઉ.૬૧),ઉના દેલવાડાના વીરાભાઇ મકવાણા તથા જસદણના દિવાળીબેન જોધાણી (ઉ.૭૦)એ દમ તોડ્યો

રાજકોટ તા. ૪: વૈશ્વીક મહામારી કોરોનાએ અજગર ભરડો લેવાનું યથાવત રાખ્યું છે. રાજકોટ શહેરમાં રોજબરોજ પોઝિટિવ દર્દીઓ જાહેર થતાં રહે છે અને સામે મોત પણ થતાં રહે છે. રવિ-સોમ બે દિવસમાં સિવિલ કોવિડ સેન્ટર અને ખાનગી હોસ્પિટલમાં ૨૩ દર્દીઓએ દમ તોડ્યા બાદ આજે ત્રીજા દિવસે મંગળવારે એક જ રાતમાં સિવિલ હોસ્પિટલમાં ૧૪ અને ખાનગી હોસ્પિટલમાં ૧ મળી ૧૫ દર્દીઓના મોત નિપજતાં ફફડાટ ફેલાયો છે. રોજબરોજ ટપોટપ મોત થઇ રહ્યા હોવા છતાં અમુક લોકો હજુ પણ બેકાળજીભર્યુ વર્તન કરી રહ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવામાં ગંભીરતા દાખવી રહ્યા નથી.

જે દર્દીઓના મોત નિપજ્યા છે તેમાં રાજકોટના  વર્ધમાનનગરના રશ્મીકાંતભાઇ ચમનભાઇ બારભાયા (ઉ.૬૫), મોચીબજાર ચબુતરા પાસે રહેતાં બાનુબેન ઇસાભાઇ ભાડુલા (ઉ.૬૦), રૈયા રોડ વૈશાલીનગરના છેલાભાઇ વજુભાઇ પરમાર (ઉ.૬૧), રાજકોટ વાવડી ફાલ્કન ઇન્ડસ્ટ્રીયલ એરિયાના અશોકભાઇ નાનજીભાઇ  સારીયા (ઉ.૩૧), રાજકોટ પરસાણાનગર-૩ના નિર્મળાબેન રમણિકભાઇ જાની (ઉ.૭૪), કોઠારીયા રોડના ભીખુભાઇ ડાયાભાઇ જોષી (ઉ.૮૦), રૈયા રોડ હનુમાન મઢી રામનગરના વિજયભાઇ વિઠ્ઠલદાસ સોલંકી (ઉ.૭૫),  ગોંડલના હમિદાબેન કાસમભાઇ હાડા (ઉ.૬૦), થાનના તરણેતર રોડ પર સર્વોદય સોસાયટીમાં રહેતાં કાથડભાઇ વસ્તુરભાઇ ધાધલ (ઉ.૬૦), પડધરીના વિજ્યાબેન જયંીતભાઇ કામરીયા (ઉ.૪૯), પડધરીના રહિમાબેન ગનીભાઇ માંડલીયા (ઉ.૬૫), ટંકારાના શૈલેષભાઇ જાદવજીભાઇ (ઉ.૩૮),ે ધ્રાંગધ્રાના દિલીપભાઇ ચંદ્રકાંતભાઇ દવે (ઉ.૬૧),ઉના દેલવાડાના વીરાભાઇ રાજાભાઇ મકવાણા (ઉ.વ.૬૫) તેમજ જસદણના દિવાળીબેન છગનભાઇ જોધાણી (ઉ.વ.૭૦)નો સમાવેશ થાય છે.

ઉલ્લેખનિય છે કે રવિ અને સોમવાર એમ બે દિવસમાં  સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં ૨૩  દર્દીના મોત નિપજ્યા હતાં. આજના ૧૫ મળી ત્રણ દિવસના ૩૫ મોત થયા છે. તમામ મૃતદેહોને અંતિમવિધી અને દફનવિધી માટે ફાયર બ્રિગેડની ટીમોને સોંપવામાં આવ્યા હતાં.

(2:45 pm IST)