Gujarati News

Gujarati News

News of Monday, 3rd August 2020

રામ મંદિર ભૂમિપૂજનમાં અડવાણી, કલ્યાણસિંહને કેમ ન મોકલ્યું આમંત્રણ?: ટ્રસ્ટના મહાસચિવે કરી સ્પષ્ટતા

અહીંથી લઇને નેપાળના સંતો સુધી બોલાવાયા : ફૈઝાબાદના મોહમ્મદ યૂનુસને પણ આમંત્રણ

અયોધ્યા : શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચમ્પત રાયે કહ્યું કે, ભૂમિ પૂજન કાર્યક્રમમાં અહીંથી લઇને નેપાળના સંતો સુધી બોલાવવામાં આવ્યા છે. કેટલાક લોકો સંતોને પણ દલિત કહે છે જ્યારે તે લોકો ભગવાનના માણસ છે. ભારતના ભૂગોલનો દરેક ભાગ અહીં પર રહેશે. સંત મહાત્મ મળીને અંદાજિત 175 લોકો સામેલ થશે. તેમણે જણાવ્યું કે, પદ્મશ્રી મેળવી ચૂકેલા ફૈઝાબાદના મોહમ્મદ યૂનુસને બોલાવવામાં આવ્યા છે. તેઓ બિનવારસી મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરે છે. તે પછી ભલે ગમે તે ધર્મના હોય.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચમ્પત રાયે કહ્યું કે, જેમને નથી બોલાવી શકાતા તેમની વ્યક્તિગત ફોન કરીને માફી માંગી છે. ઉંમરનું પણ ધ્યાન રાખ્યું છે. 90 વર્ષના વ્યક્તિ કેવી રીતે આવી શકશે. અડવાણીજી કેવી રીતે આવી શકશે. ચંપત રાયે કહ્યું કે, મે કલ્યાણસિંહને કહ્યું કે, તમારી ઉંમર બહુ વધારે છે તમે ભીડમાં આવો, તેઓ માની ગયા.

(12:33 am IST)