Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

ચીનની કરતૂતોને રોકવા માટે બોર્ડર પર ભારતે વધારી સેના : લદ્દાખમાં તૈનાત કર્યા હેવી ટેન્ક

દૌલત બેગ ઓલ્ડી(DBO) અને ડેપસાંગ સેક્ટરોમાં 15,000થી વધુ સૈનિકો તૈનાત કાર્ય

ભારતમાં ચીનના કરતૂતોને રોકવા માટે દૌલત બેગ ઓલ્ડી(DBO) અને ડેપસાંગ સેક્ટરોમાં 15,000થી વધુ સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. સરકારી સૂત્રોએ આપેલી માહિતી અનુસાર, ચીની સેના પર નજર રાખવા માટે મેદાની અને આસપાસના વિસ્તારમાં કેટલાક બખ્તબંધ રેજિમેન્ટને સ્થાનાંતરિત કરી દેવામાં આવ્યા છે. ચીન ભારતના વિસ્તારમાં રોડ બનાવવા માંગે છે જેને લઇને ભારતે સેના વધારી દીધી છે

  બખ્તરબંધ રેજિમેન્ટ કેકે પાસથી Def song સુધી વિસ્તારમાં ફેલાયેલ છે, જ્યાં બખ્તરબંધ વાહનોની તૈનાતી અને લડાઈ માટે જરૂરી જગ્યા છે. સૂત્રોએ કહ્યું કે, ડેપસાંગના મેદાનોમાં સંભાવિત યુદ્ધ ક્ષેત્રમાં જેટલા હથિયારોની વ્યવસ્થા કરવામાં આવી છે, તે ચીની સેના દ્વારા કોઇપણ સંભવિત દુસ્સાહસનો જવાબ આપવા માટે પર્યાપ્ત છે.

(12:00 am IST)