Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

૪૫ વર્ષમાં પ્રથમવાર અંતરિક્ષ યાત્રીનું સમુદ્રમાં ઉતરાણ કરાયું

સ્પેસ એક્સને સફળતા મળતા વિજ્ઞાનીઓમાં ખુશી : કેપ્સ્યુલ દ્વારા ગયેલા નાસાના બે વિજ્ઞાની પૃથ્વી પર પરત

કેનકેનવેરલ, તા. સ્પેસ એક્સનું ડ્રૈગન ક્રૂ કેપ્સ્યુલ સફળતાપૂર્વક ધરતી પર પાછું ફર્યું છે. કેપ્સ્યુલ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાંથી શનિવારે સાંજે : ૫૪ કલાકે પૃથ્વી તરફ રવાના થઈ હતી. માહિતી મળ્યા મુજબ ફ્લોરિડાના કિનારાથી થોડા કિમી દૂર કેપ્સ્યુલે સમુદ્રમાં સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું હતું. ત્યાર બાદ ઘટના સ્થળે પહોંચી ગયેલી સ્પેસએક્સ અને નાસાની ટીમે કેપ્સ્યુલને સમુદ્રમાંથી બહાર કાઢી હતી. તેના દ્વારા અંતરિક્ષમાં ગયેલા નાસાના બે અંતરિક્ષ યાત્રી ધરતી પર પરત આવ્યા છે. અંતરીક્ષ યાત્રી બોબ બેહ્નકેન (૪૯) અને ડગ્લસ હર્લી (૫૩)ની તપાસ કરવામાં આવી હતી અને તેઓ સ્વસ્થ જણાયા છે. ધરતી પર ઉતરાણના એક કલાક કરતા પણ વધુ સમય બાદ બંનેને કેપ્સ્યુલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

             અમેરિકાએ ૪૫ વર્ષમાં પ્રથમ વખત અંતરીક્ષ યાત્રીઓને સમુદ્રમાં સીધા ઉતાર્યા છે. ફ્લોરિડાના તટીય ક્ષેત્રોમાં ઈસાયા વાવાઝોડાનું જોખમ હોવા છતાં તેમણે પોતાનું મિશન ચાલુ રાખ્યું હતું. યાનના ઉતરાણ માટે એક કે બે નહીં પણ સાત અલગ અલગ જગ્યા નક્કી કરવામાં આવી હતી પરંતુ તે મેક્સિકોની ખાડીમાં ઉતરાણ કરશે તેની સંભાવના વધારે હતી. ૦૧૧ બાદ અમેરિકાએ પ્રથમ વખત કોઈ માનવ મિશન અંતરીક્ષમાં મોકલ્યું હતું. નાસાએ કેનેડી સ્પેસ સેન્ટર ખાતેથી ૩૦ મેના રોજ મિશન રવાના કર્યું હતું. અંતરીક્ષ યાત્રીઓ ૩૧મી મેના રોજથી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ઉપસ્થિત હતા.

            તે સમયે તેમણે અંતરીક્ષમાં ફરવા સિવાય પણ અનેક પ્રયોગ કર્યા છે. નાસાએ અંતરીક્ષ યાત્રીઓને ધરતી પર પરત લાવવાની સંપૂર્ણ પ્રક્રિયાને લાઈવ કવરેજ આપ્યું હતું. અંતરિક્ષથી પાછા આવ્યા પછી એસ્ટ્રોનોટ્સ ડગહસ હર્લેએ હાથ હલાવીને ખુશી વ્યક્ત કરી હતી. સાથે મિશનમાં સામેલ રોબર્ટ બેનકેન માસ્ક પહેરીને જોવા મળ્યા હતા. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી સ્પેસએક્સ રવિવારે સવારે .૧૫ વાગ્યે રવાના થયું હતું. લેન્ડિંગ માટે પંસદ કરાયેલા ફ્લોરિડા પાસે ઈસાયસ સાઈક્લોનની ચેતવણી પછી પણ તેને સફર ચાલુ રાખી હતી.

            સ્પેસએક્સ ડ્રેગન ૫૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ધરતીના વાયુમંડળમાં પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન તેના બહારના ભાગનું તાપમાન ૧૯૦૦ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. બન્ને એસ્ટ્રોનોટ્સને એક હેલિકોપ્ટર દ્વારા નાસાના કેન્દ્ર લઈ જવાયા. હાલ થોડા દિવસો સુધી તેમને પ્રોટોકોલ પ્રમાણે મેડિકલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે.

(12:00 am IST)