Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

બ્રિટનમાં ઓનલાઇન ભાંગડા ક્લાસ ચલાવતા ભારતીય મૂળના ડાન્સર રાજીવ ગુપ્તાનું સન્માન : લોકડાઉન દરમિયાન ઘેરબેઠા મનોરંજન સાથે વ્યાયામની ટ્રેનિંગ આપવા બદલ પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોન્સને ' પોઈન્ટ્સ ઓફ લાઈટ 'થી બહુમાન કર્યું

લંડન : બ્રિટનમાં લોકડાઉન દરમિયાન ઘેરબેઠા વ્યાયામની ટ્રેનિંગ આપવા બદલ પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોન્સને  ભારતીય મૂળના ડાન્સર રાજીવ ગુપ્તાનું  ' પોઈન્ટ્સ ઓફ લાઈટ 'થી બહુમાન કર્યું હતું  જેઓના ઓનલાઇન ભાંગડા કલાસનો   અનેક લોકોએ લાભ લીધો હતો.
ઓનલાઇન ક્લાસના સંચાલક શ્રી ગુપ્તાએ જણાવ્યું હતું કે ભાંગડામાં ઝડપ અને જમ્પની જરૂર પડે છે.જેનાથી સારો એવો વ્યાયામ થઇ શકે છે.જે લોકડાઉન સમયમાં લોકો માટે મનોરંજન સાથે એક્સરસાઇઝ સમાન નીવડ્યો છે.
ઉલ્લેખનીય છે કે સમાજમાં કશું નવું કરી બતાવી પરિવર્તન લાવનારા લોકોનું  બ્રિટનના પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોન્સન દ્વારા પોઈન્ટ્સ ઓફ લાઈટ થી બહુમાન કરવામાં આવે છે.

(8:39 am IST)