Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

નવેમ્બર માસમાં અમેરિકામાં થનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં ' સાઇબર એટેક ' નો ખતરો : મતદાન ઠપ્પ થઇ જવાની ભીતિ

વોશિંગટન : અમેરિકામાં નવેમ્બર માસમાં થનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં  ' સાઇબર એટેક ' નો ખતરો હોવાની શક્યતા એક અમેરિકન અધિકારીએ વ્યક્ત કરી છે.
આ અધિકારીએ જણાવ્યા મુજબ ' રેનસમવેયર ' નામક સોફ્ટવેર આવા હુમલાઓ કરવા માટે કુખ્યાત છે.જે મતદાન ઠપ્પ કરાવી શકે છે.આ સોફ્ટવેર નાણાં કમાવા માટે અગાઉ અનેકવાર સાઇબર હુમલાઓ કરી ચૂક્યું છે.
          તેની સામે રક્ષણ મેળવવાની ગાઇડલાઇન દરેક સ્ટેટને મોકલી અપાઈ હોવાનું આ અધિકારીએ જણાવ્યું હતું 

 

 

(8:46 pm IST)