Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

2020-21 ની સાલમાં ઓસ્ટ્રેલિયાનું નાગરિકત્વ મેળવનારાઓની સંખ્યામાં 80 ટકા જેટલો ઘટાડો થઇ જશે : કોવિદ -19 ને કારણે આંતર રાષ્ટ્રીય વિમાની સેવાઓ ઉપર અસર તથા ક્વોરેન્ટાઇન પીરીયડ અમલી થવાથી ધસારો ઘટી જશે : ભારતીયોને સૌથી વધુ અસર થશે

મેલ્બર્ન : કોવિદ -19 ના કારણે ઓસ્ટ્રેલિયામાં આવતા વિદેશીઓની સંખ્યા ઘટી જશે.તેમજ આ દેશનું નાગરિકત્વ મેળવનારાઓની સંખ્યામાં 80 ટકા જેટલો ઘટાડો થઇ જવાની સંભાવના છે.તેવું નવી સરકારના અહેવાલમાં જણાવાયું છે.જેના કારણમાં જણાવાયા મુજબ કોવિદ -19 ને કારણે આંતર રાષ્ટ્રીય વિમાની સેવાઓ ઉપર અસર તથા 14 દિવસનો  ક્વોરેન્ટાઇન પીરીયડ અમલી થવાથી ધસારો ઘટી જશે. વિદેશોમાંથી આવતા અને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થતા લોકોમાં ભારતીયો અગ્રસ્થાને હોય છે. જેની અસર ઓસ્ટ્રેલિયાના અર્થતંત્ર ઉપર પણ થશે.
           ઉલ્લેખનીય છે કે 2019 -20 ની સાલમાં1 લાખ 54 હજાર  વિદેશીઓ ઓસ્ટ્રેલિયા આવ્યા હતા.જે 2020-21 ની સાલમાં 31 હજાર જેટલા ઘટી જશે.તેવું ઓસ્ટ્રેલિયાના ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના મંતવ્ય મુજબ જાણવા મળે છે.

(8:06 pm IST)