Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

અમરિકામાં ચાઈનીઝ સંશોધકોને હેરાન કરાતા હોવાની ચીનની રાવ : ચાઈનીઝ મિલિટરી સાથે સાઠગાંઠના આરોપસર પકડાયેલી યુવતીને જેલમાં ધકેલીદીધી : જામીન આપવાનો ઇન્કાર કરાયો

બેજિંગઃ : યુ.એસ.માં કેલિફોર્નિયા સ્થિત ચીનની વતની 37 વર્ષીય યુવતી જુઆન ટેન્ગને ચાઈનીઝ મિલિટરી સાથે સાઠગાંઠના આરોપસર 23 જુલાઈથી જેલમાં ધકેલી દેવાઈ છે.આ યુવતીએ કરેલી જામીન ઉપર છૂટવાની અરજી કોર્ટે ફગાવી દીધી છે.
              આથી ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાન્ગ વેંબિંગે જણાવ્યું છે કે યુ.એસ.માં વસતા ચીનના સ્ટુડન્ટ્સ તથા સંશોધકોને હેરાન કરવામાં આવી રહ્યા છે.તેઓએ થોડા દિવસ પહેલા ચાઈનીઝ મિલિટરી સાથે સાઠગાંઠના આરોપસર  37 વર્ષીય યુવતી જુઆન ટેન્ગને જેલમાં ધકેલી દેવા સામે વિરોધ નોંધાવતા જણાવ્યું હતું  કે આ યુવતી 23 જુલાઈથી જેલમાં છે.જેને જામીન આપવાનો પણ ઇન્કાર કરવામાં આવ્યો છે.આ અંગે અમેરિકન સરકારે ચાઈનીઝ સ્ટુડન્ટ્સ અને સંશોધકો પ્રત્યે રાખવામાં આવતો પૂર્વગ્રહ દૂર કરવો જોઈએ તેવું તેમણે ઉમેર્યું હતું 

(6:32 pm IST)