Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ઇલેક્ટ્રિક અને હાઈબ્રીડ વાહનો માટે 4 હજાર કરોડની સબસિડીની ફાળવણી કરાશે

 

નવી દિલ્હી :નાણાં મંત્રાલય ઈલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનોને પ્રોત્સાહિત કરવા માટે ફેમ ઇન્ડિયાના બીજા તબક્કા માટે  4 હજાર કરોડની સબસિડીને મંજૂરી આપી શકે છે. હેવી ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલયે આગામી પાંચ વર્ષમાં યોજનાના અમલ માટે 12,200 કરોડની માગણી કરી હતી.

  યોજનાના બીજા તબક્કામાં સબસિડી માત્ર ઇલેક્ટ્રિક બસ અને તમામ શ્રેણીનાં વાહનો માટે ચાર્જિંગ માળખું લગાવવા માટે છે. હાલ ફેમ ઇન્ડિયા-1 હેઠળ પ્રોત્સાહન હાઇબ્રિડ અને ઇલેક્ટ્રોનિક વાહનો, દ્વિચક્રી અને ત્રિચક્રી વાહનોની ખરીદી માટે આપવામાં આવે છે.

(1:02 am IST)