Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

હરિયાણામાં પલવલમાં ભેંસ ચોરવાની શંકાને લઈને યુવકને ટોળાએ માર મારીને હત્યા કરી

ભેંસની ચોરીની શંકાએ ત્રણ યુવકોનો પીછો કર્યો :બે ભાગી ગયા

 

હરિયાણાના પલવલમાં ભેંસ ચોરવાની શંકામાં એક યુવકની માર મારીને હત્યા કરી દેવામાં આવી છે.સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગુરુવારે રાત્રે બહરોલા ગામમાં કેટલાક લોકોના ટોળાએ ભેંસ ચોરવાની શંકાને લઈને ત્રણ યુવકોનો પીછો કર્યો હતો.તેમાંથી બે યુવકો ભાગી ગયા, જ્યારે એક યુવકને ટોળાએ પકડી લીધો અને તેની માર મારીને હત્યા કરી નાખી હતી 

  પલવલના સદર પોલીસ સ્ટેશનના એએસઆઈ સુરેશકુમાર મામલાની તપાસ કરી રહ્યા છે. મામલામાં હાલ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

 એસઆઈ સુરેશકુમારે અનંત અવસ્થીને કહ્યું,રાતના સમયે ત્રણ યુવકો ભેંસની ચોરી કરવા માટે આવ્યા હતા.જ્યારે યુવકોએ ભેંસો માટે લગાવાયેલી મચ્છરદાની ખોલી તો ત્યાં રહેતા ભેંસોના માલિક જાગી ગયા. જે બાદ બે યુવકો ભાગી ગયા જ્યારે એક યુવકને ઝડપી લીધો.જે બાદ તે યુવકને ઢોર માર મારવામાં આવ્યો. તપાસમાં યુવકના શરીરની અંદર અનેક ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

  ઘટનામાં મરનાર યુવકની હજી સુધી ઓળખાણ થઈ શકી નથી. માર્યા ગયેલા યુવકની ઉંમર લગભગ 28 વર્ષ છે.

  સુરેશકુમારના જણાવ્યા પ્રમાણે મામલામાં અત્યારસુધી રામકિશન નામના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. જેની પૂછપરછ ચાલી રહી છે.

(1:03 am IST)