Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

જમ્મુ કાશ્મીર : સ્વતંત્રતા દિને મોટા આતંકી હુમલાનો ખતરો

તોઇબા-જૈશે મોહમ્મદના ૨૦થી વધુ ત્રાસવાદી સ્વતંત્રતા દિવસ પર ભારતીય સેનાના કેમ્પ પર હુમલા કરવા તૈયારઃ ભારતીય ગુપ્તચર સંસ્થા દ્વારા ચેતવણી અપાઈ

નવીદિલ્હી,તા. ૪ :  પાકિસ્તાનમાં ભલે નવી સરકાર બનવા જઈ રહી પરંતુ આતંકવાદને લઇને તેમની નીતિઓમાં કોઇ ફેરફારના સંકેત દેખાઈ રહ્યા નથી. એક બાજુ પાકિસ્તાન ટીમના પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાન ૧૪ અથવા તો ૧૫મી ઓગસ્ટના દિવસે પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શપથ લઇ શકે તેવી શક્યતા છે. બીજી બાજુ ભારતની ગુપ્તચર સંસ્થાઓએ ચેતવણી આપતા કહ્યું છે કે, સ્વતંત્ર્યા દિવસ નિમિત્તે પાકિસ્તાની આતંકવાદીઓ ભારતીય સેનાના કેમ્પો ઉપર મોટા હુમલા કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે. રિપોર્ટના જણાવ્યા અનુસાર આતંકવાદી સંગઠન લશ્કરે તોઇબા અને જૈશે મોહમ્મદના ૨૦થી વધુ આતંકવાદી હુમલા કરવા માટે તૈયાર છે.

પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈને જૈશે મોહમ્મદ સંપૂર્ણ વિશ્વાસ છે. આ મામલા અંગે બે રિપોર્ટ આવ્યા મછે જેમાં અંકુશરેખા (એલઓસી) પર ચુરાની નજીક કેટલાક આતંકવાદી દેખાયા છે જેમને ટંગધાર વિસ્તારમાં સ્થિતિ સેનાના કેમ્પ ઉપર હુમલો કરવા માટે કહેવામાં આવ્યું છે. માહિતી મળી છે કે, કેટલાક આતંકવાદી સીમા પાર કરી ચુક્યા છે અને તે હાલમાં રેંકી કરી રહ્યા છે. આ માહિતી સેટેલાઇટ ફોન મારફતે મળી છે. બીજા રિપોર્ટમાં જૈશે મોહમ્મદને લઇને છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જૈશના આતંકવાદીઓને બારામુલા વિસ્તારમાં મોટા હુમલાઓ કરવામાં રવાના કરવામાં આવી ચુક્યા છે. અહેવાલો અનુસાર પટ્ટન અને બારામુલા ટાઉનની વચ્ચેના વિસ્તારમાં તેમને હુમલા કરવા માટે કહેવામાં આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, હુમલા કરવા માટે આ આતંકવાદીઓને જમ્મુ કાશ્મીરના એક સ્થાનિક વ્યક્તિની મદદ મળી રહી છે. પૂંચ, રાજૌરીમાં પણ ઘુસણખોરી અથવા તો હુમલાનો ખતરો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

 

(8:29 pm IST)