Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

દિલ્હીમાં માનસિક અસ્થિર શખ્શ ચાકુ લઈને કેરળ ભવનમાં ઘુસ્યો :મુખ્યમંત્રીને મારવાની આપી ધમકી: ઝડપી લેવાયો

નવી દિલ્હી ;દિલ્હીના કેરળ ભવનમાં એક શખ્શ ચાકુ લઈને ભવનના પરિસરમાં ઘુસી ગયો હતો અને મુખ્યમંત્રી પીનારયિ વિજયનને મારવા પહોંચ્યાની ધમકી આપી હતી

  આ શખ્શ કેટલાક કાગળો સાથે ઘુસ્યો હતો અને કેરળના મુખ્યમંત્રીને મારવાની ધમકી આપતો હતો ત્યારબાદ તુરત ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓએ તેને ઝડપી લીધો હતો

  પોલીસ અને ગુપ્તચર અધિકારીઓની તપાસમાં જાણવા ,મળ્યું છે કે આ શખ્શ માનસિક અસ્થિર છે 46 વર્ષના આ શખ્શનું નામ વિમલ રાજ છે તેની ધરપકડ કરીને ગુન્હો દાખલ કરાયો છે

  ડીસીપી ( નવી દિલ્હી ) મધુ વિહારે કહ્યું કે કોનોટ પેલેસ પોલીસ મથકમાં એક પીસીઆર કોલ કરાઈ હતી અને જણાવાયું હતું એક કોઈ અજાણ્યો શખ્શ અંદર ઘુસવાની કોશિશ કરી રહયો છે કેરળના કરીપ્પુઝાના કડાવુરનો રહેવાશી વિમલરાજને કેરળ હાઉસમાંથી પકડી લેવાયો છે 

  આ શખ્શ પોતાની સાથે લાવેલ ડોક્યુમેન્ટથી સાબિત થાય છે કે તે 80 ટકા માનસિક  અસ્થિર છે 

(8:06 pm IST)