Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ડ્રાઇવિંગ લાઇસન્સને વધુ ડિજીટલ કરાશેઃ સારથી સોફ્ટવેર દ્વારા ટ્રાફિકનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકને પરિવહન વિભાગ વ્હોટ્સએપ મારફત પણ નોટિસ મોકલશે

નવી દિલ્હીઃ વ્હીકલની નોંધણી અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવતી વખતે આપવામાં આવેલું સરનામું કે મોબાઇલ નંબર બદલાઇ ગયો છે, તો એને અપડેટ કરાવવા માટે પરિવહન વિભાગ દ્વારા ચક્કર મારવા પડશે નહીં. જલ્દીથી ઘરે બેઠા જ વાહનને સારથી સોફ્ટવેર દ્વારા એને અપડેટ કરી શકાશે. 

 

દિલ્હી પરિવહન વિભાગ તરફથી શુક્રવારે એનઆઇએ (નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર)ને વાહન અને સારથી સોફ્ટવેરમાં મોબાઇલ નંબર અને એડ્રેસ અપડેટ કરાવવા માટે વિકલ્પ ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. બેઠકમાં પરિવહન અધિકારીઓએ જણાવ્યું કે વિભાગ ટ્રાફિક નિયોમનું ઉલ્લંઘન કરવા પર સરેરાશ દર વર્ષે 2 લાખ વાહનોને અલગ અલગ કારણોથી નોટિસ જારી કરે છે. 2015માં વિશેષ અભિયાન દરમિયાન પરિવહન વિભાગે છ લાખ વાહનોને સ્પીડ પોસ્ટ દ્વારા નોટિસ મોકલી, એમાં 35 ટકા નોટિસ ખોટા સરનામાને કારણે વિભાગની પાસે પાછી આવી છે. 
બેઠકમાં હાજર વિશેષ આયુક્ત પરિવહન, દિલ્હી ટ્રાફિક પોલિસ અધિકારીઓએ નિર્ણય લીધો કે વાહન સોફ્ટવેરમાં વાહનની નોંધણી પ્રમાણપત્ર અને સારથીમાં ડ્રાઇવિંગ લાઇસન્સમાં મોબાઇલ નંબર અને એડ્રેસ અપડેટ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે. 
ડીએલ અને આરસીમાં ફેરફાર કરવા પર ઓટીપી ફરજીયાત કરવામાં આવે. એનાથી ડીએલ ધારકો અને વાહન ધારકનો સાચો મોબાઇલ નંબર વિભાગની પાસે આવી શકે. 
ડીએલ ધારકો અને વાહનધારકોને ટ્રાફિક ઉલ્લંઘન કરવા પર પરિવહન વિભાગ વોટ્સએપ પર પણ નોટિસ મોકલશે. 
વર્તમાનમાં પણ આરસી અને ડીએલમાં એડ્રેસ બદલાવવાની સુવિધા છે. પરંતુ આ પૂરી પ્રક્રિયા ડૂીપ્લીકેટ આરસી અને ડીએલ જારી કરવવા જેવો જ છે. ડીએલ પર એડ્રેસ બદલવા પર નવા ડીએલ જારી થવા પર 380 રૂપિયા અને આરસીમાં એડ્રેસ બદલવા પર 550 રૂપિયા થાય છે. 
વાહન સોફ્ટવેર પર આરટીઓ ઓફિસમાં વાહનોની નોંધણી સંબંધિત દરેક પ્રકારના કામ કરે છે. દેશભરમાં હાલમાં આ સોફ્ટવેર પર કામ થઇ રહ્યું છે. સારથી સોફ્ટવેર ડ્રાઇવિંગ સાઇસન્સ દરેક પ્રકારના કામ કરે છે. 

 

(8:17 pm IST)