Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ગોવાના લોકોને કસિનોના પ્લેઇંગ ક્ષેત્રમાં જવાની પરવાનગી નહીં મળે, માત્ર પર્યટકો જ ત્‍યાં જઇ શકશેઃ મુખ્‍યમંત્રી મનોહર પર્રિકરની જાહેરાત

પણજીઃ ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું કહેવું છે કે આવતા વર્ષે રાજ્યના કસિનોમાં માત્ર પર્યટકોને જ પ્રવેશ આપવામાં આવશે. શુક્રવારે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો કારણ કે એનાથી ગોવાની સામાજિક રચના ખરાબ થઇ રહી છે અને સ્થાનિક લોકોમાં જુગારને પ્રોત્સાહન આપી રહ્યા છે. 

 

પર્રિકરેએ ગોવા વિધાનસભામાં જણાવ્યું, 'નીતિ તરીકે ગોવાના લોકોને કસિનોના પ્લેઇંગ ક્ષેત્રમાં જવાની પરવાનગી મળશે નહીં. માત્ર પર્યટકો ત્યાં જઇ શકે છે. એક વખત ગેમિંગ આયુક્તની નિયુક્તિ થઇ ગયા બાદ આ સંબંધમાં એક તંત્ર સ્થાપિત કરવામાં આવશે અને એના વિનિયમન માટે ઉચિત નિયમ તૈયાર કરવામાં આવશે. એમને જણાવ્યું કે હવે કોઇ પણ કસિનોને લાયસન્સ આપવામાં આવશે નહીં. હાલ રાજ્યમાં છે એને બીજે શિફ્ટ કરવામાં આવશે.
જો કે આ બાબતે કસિનોના માલિકોનું કહેવું છે કે આ પ્રકારના નિર્ણયથી જેમાં લાયસન્સની વર્ષની ફી ને વધારવામાં આવી છે, એનાથી અમારો બિઝનેસ 50 ટકા ઓછો થઇ જશે. 
2007 12
દરમિયાન વિપક્ષમાં રહેલા ભાજપે ગોવામાં ચાલતા કસિનોનો વિરોધ કર્યો હતો. જેના વધારે લાયસન્સ કોંગ્રેસ શાસનમાં આપવામાં આવ્યા હતા. ટોપ ભાજપ નેતાઓ જેમાં પર્રિકર પણ સામેલ હતા એમને ઘણી તકોએ કસિનોને સત્તામાં આવ્યા બાદ બંધ કરવાનું વચન આપ્યું હતું. 

(6:38 pm IST)