Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

સલમાન ખાનની મુશ્કેલીઓ પીછો છોડતી નથીઃ વિદેશ જવા માટે દર વખતે કોર્ટની મંજૂરી લેવી પડશે

મુંબઇઃ બોલીવુડ અભિનેતા સલમાન ખાનની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ લઇ રહી નથી. કોર્ટે ફરીથી એખ વખત સલમાનને ઝટકો આપ્યો છે. જોધપુર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે સલમાન ખાનની એ અરજીને ફગાવી દીધી છે, જેમાં એને વિદેશ જવા માટે સ્થાયી અનુમતિ માગી હતી. કોર્ટના આ આદેશ બાદ હવે સલમાન ખાનને દરેક વખતે વિદેશ જતા પહેલા કોર્ટની પરવાનગી લેવી પડશે. 
શુક્રવારે કાળા હરણ શિકાર કેસ સમયે સલમાન ખાનના વકિલે કોર્ટમાં એક એપ્લીકેશન રજૂ કરી હતી. આમાં સીજેએમ ગ્રામીણ દ્વારા સલમાન ખાન પર મંજૂરી વગર વિદેશ યાત્રા કરવા પર લગાવેલા પ્રતિબંધને હટાવી તેને વિદેશ યાત્રાની સ્થાયી અનુમતી આપવાની માંગ કરવામાં આવી હતી. શુક્રવારે આ મામલામાં સુનાવણી અધુરી રહી ગઈ હતી. આજે થયેલી સુનાવણી બાદ કોર્ટે સલમાનની અરજીને ફગાવી દીધી છે. ત્યારબાદ સ્પષ્ટ થઈ ગયું કે, સલમાનને હવે દરેક વખતે વિદેશ ગયા પહેલા પરવાનગી લેવી પડશે. આ બાજુ કાળા હરણ શિકાર કેસમાં સલમાનના વકિલે બીજી અરજી દાખલ કરી છે. આમાં 10થી 26 ઓગષ્ટે સલમાને આબૂદાબી અને માલ્ટા જવા માટેની મંજૂરી માંગી છે. આ અરજી પર સુનાવણી બાકી છે.

(6:37 pm IST)