Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

બ્રિટનના ડર્બી શહેરમાં ભારતીય મૂળના નાગરિકે ૧૨૯.પ૪ સેમીની કાકડી ઉગાડીઃ ગિનિઝ બુકમાં નામ નોંધાશે

ડર્બી (બ્રિટન): બ્રિટેનમાં ડર્બી શહેરમાં ભારતીય મૂળના એક વ્યક્તિએ દુનિયાની સૌથી મોટી કાકડી ઉગાડી છે. આ કાકડીની લંબાઈ 129.54 સેમી છે. 75 વર્ષના રઘબીર સિંહેનો દાવો છે કે આ તેમની પ્રાર્થનાની શક્તિ છે કે  તેઓ આ કાકડીને આટલી મોટી કરવામા સફળ રહ્યા.

 

બ્રિટન મીડિયા પ્રમાણે, ગિનિઝ બુક ઓફ રેકોર્ડમાં આ પહેલા સૌથી મોટી કાકડીની લંબાઈ 107 સેમી હતી, જેને વેલ્સમાં 2011માં ઉગાડવામાં આવી હતી. 
રઘબીર સિંહે ઉગાડેલી કાકડીને ટુંક સમયમાં ગિનીઝ બુકમાં નોંધવામાં આવશે. રઘબીર સિંહ ત્યાંના એક ગુરદ્વારામાં ધર્મ ગુરુ છે. 1991માં બ્રિટેન ગયા પહેલા તેઓ ભારતમાં એક ખેડૂત હતા. ત્યારે આ કાકડી તેઓએ પોતાના ગ્રીનહાઉસમાં ઉગાડી હતી. તેમનો દાવો છે કે આ કાકડી હજૂ વધી રહી છે.

(6:37 pm IST)