Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

રાહુલ બાબા અમારી પાસેથી ચાર વર્ષનો હિસાબ માંગે છે? દેશની જનતા તેમની પાસેથી ચાર પેઢીનો હિસાબ માંગી રહી છે. રાહુલ બાબા જો તમને ગણતરી આવડતી હોય તો ગણો, મને ઇટલીની ભાષા નથી આવડતી નહીં તો તમને ઇટલીની ભાષામાં જણાવતા કે અમે લોકોએ કેટલું કામ કર્યુ છે. મોદી સરકાર રાજસ્થાનની જનતા માટે 116 યોજનાઓ લાવી છે અને તેમ છતાં કોંગ્રેસ પૂછે છે કે ભાજપે શું કર્યુ? : અમિતભાઇ શાહના પ્રહારો

રાજસમંદ (રાજસ્થાન): ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રાજસ્થાનનાં મુખ્યમંત્રી વસુંધરા રાજેની 'રાજસ્થાન ગૌરવ યાત્રા'ને રાજસમંદથી લીલી ઝંડી બતાવીને શરૂ કરી દીધી છે. વસુધરા રાજે અને અમિત શાહે પ્રતિષ્ઠિત ચારભુજાનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી, જે પછી વિશેષ રૂપથી તૈયાર કરવામાં આવેલી બસમાં સવારી કરી. મંદિરના પરિસરથી આ બસ હવાઇપટ્ટી સુધી ગઇ, ત્યાંથી બંને નેતા હેલીકૉપ્ટરથી કાંકરોલી જવા રવાના થયા જ્યાં આ યાત્રાની પહેલી જનસભા યોજી.

 

રેલીને સંબોધિત કરતા અમિત શાહે કોંગ્રેસના અધ્યક્ષ પર નિશાનો સાધતા કહ્યુ કે, ''રાહુલ બાબા અમારી પાસેથી ચાર વર્ષનો હિસાબ માંગે છે? દેશની જનતા તેમની પાસેથી ચાર પેઢીનો હિસાબ માંગી રહી છે. રાહુલ બાબા જો તમને ગણતરી આવડતી હોય તો ગણો, મને ઇટલીની ભાષા નથી આવડતી નહીં તો તમને ઇટલીની ભાષામાં જણાવતા કે અમે લોકોએ કેટલું કામ કર્યુ છે. મોદી સરકાર રાજસ્થાનની જનતા માટે 116 યોજનાઓ લાવી છે અને તેમ છતાં કોંગ્રેસ પૂછે છે કે ભાજપે શું કર્યુ?''ભાજપના અધ્યક્ષે કહ્યુ કે, ''તમને તે જણાવવા ઇચ્છું છું કે મોદી સરકારે જે યોજનાઓ રાજસ્થાનના ગરીબ તથા સામાન્ય જનતા માટે બનાવી છે, તે વસુંધરા સરકારને પહોંચાડવાનું કામ કર્યુ છે. અમિત શાહે કહ્યુ કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ જીને પૂછવા ઇચ્છું છું કે, તમે NRCના મામલામાં તમારું સ્ટેન્ડ કેમ ક્લિયર નથી કરી રહ્યા?, કેમકે તેમાં તમને તમારું વોટ બેંક દેખાય છે.''
મુખ્યમંત્રી વસુંધરા રાજે કહ્યુ કે, ''તમારા તમામ લોકોની મહેનતનું ફળ છે, આજે તમામ જગ્યા પર કમળ છે. મને યાદ છે કે જે પાર્ટીમાં પહેલા માત્ર 2 સાંસદ હતા તે પાર્ટી આજે દુનિયાની સૌથી મોટી પાર્ટી બની ગઇ છે. અમારી સરકાર આ યોજનાઓને પૂરી કરવા માટે કામ કરી રહી છે, જેનો લાભ જનતાને સીધો મળે.''
તમને જણાવી દઇએ કે, વસુંધરા રાજે એ યાત્રાના 'રથ' બસ માર્ગથી રાજસમંદ પહોંચ્યો. વસુંધરા રાજે આગળની યાત્રા આ 'રથ' થી કરશે. યાત્રાની કુલ અવધિ 58 દિવસની છે , આ યાત્રા રાજ્યની કુલ 200 વિધાનસભાઓમાંથી 165 વિધાનસભાના ક્ષેત્રોથી થઇને નીકળશે.

(6:35 pm IST)