Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ડોબરમેન 'બધેરા' નકસલીઓના કારનામા ઉંધા વાળે છેઃ જવાનોના જીવ બચાવે છે

મુંબઈઃ ઈન્ડો-તિબેટ બોર્ડર પોલીસને તેમના આ સાથી પર ગર્વ છે કારણ કે ગમે ત્યાં વિસ્ફોટકો સંતાડેલા હોય છે તો તેમનો આ સાથી 'બધેરા' શોધી કાઢે છે. આ બધેરા એટલે ડોબરમેન પ્રજાતીનો કૂતરો જેણે પાછલા કેટલાક દિવસોમાં નકસલો સામેના કેટલાક ઓપરેશન્સમાં ખૂબ સફળ કામગીરી બજાવી હતી.

ઙ્ગએટલું જ નહીં એણે જ્યારે જવાનો પર હુમલા થઈ રહ્યા હતા ત્યારે તેમને બચાવ્યા પણ હતા. બધેરાને પેટ્રોલ એકસપ્લોઝિવ ડિટેકશન ડોગ પણ કહેવાય છે. બધેરાની સંભાળ રાખે છે. હવાલદાર પી. સંભારાવ રાજનંદગાવના માનપુર-બસેલી રોડ પર નકસલીઓએ સંતાડેલા ૨૦ કિલો આઈઈડી નામના વિસ્ફોટકોમાં કેવી રીતે શોધી કાઢયા હતા તેવી વાત કરી હતી. બધેરાએ માત્ર વિસ્ફોટકો જ શોધ્યા ન હતા, બલ્કે જવાનોના જીવ પણ બચાવ્યા હતા. ભૂતકાળમાં નકસલીઓએ આ રીતે જ સુરક્ષા દળો પર હુમલા કર્યા હતા.

(3:51 pm IST)