Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ફારૂક અબદુલ્લાના ઘર ઉપર હુમલો : ઘુસણખોર ઠાર

સુરક્ષામાં ચુક : બેરીકેડ તોડીને ગુમનામ કાર ચાલકની ઘુસણખોરી : તોડફોડ કરી CRPFના જવાનોએ કર્યો ઠાર : જમ્મુના ભટીંડીની ઘટનાઃ ઘુસણખોરનું નામ મુર્ફા શાહ : પૂંછનો છે રહીશ : કોઇ હથિયાર નહોતુ : તપાસનો ધમધમાટ

શ્રીનગર તા. ૪ : જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ અને નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાના ઘરની અંદર નકાબ લગાવેલા એક માણસે ઘુસવાનો પ્રયત્ન કર્યો હતો. કાર સવારે ફારૂક અબ્દુલ્લાના ઘરના ગેટ પાસે લાગેલા બેરિકોડને તોડીને તેમના ઘરમાં ઘુસવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાં રહેલા સુરક્ષા દળોએ કાર પર ફાયરિંગ કરી જેમાં કાર સવારની મોત થઇ ગઇ છે. ઘટનાની માહિતી મળતાની સાથે પોલીસ દળ તેમના ઘરે પહોંચી ગયું અને આખા ઘરની નાકાબંધી કરી લીધી હતી. આ ઘટના પછી તેમના ઘરની સુરક્ષા પણ વધારવામાં આવી હતી.

જાણકારી પ્રમાણે ફારૂક અબ્દુલ્લા જમ્મુના બઠિંડી વિસ્તારમાં રહે છે. સવારના સમયે જયારે સુરક્ષા દળ ઘર પાસે ચોકી કરી રહ્યાં હતાં ત્યારે જ કાર સવારે કોલોનીના ગેટ પર લાગેલ બેરીકોડને તોડીને અંદર આવવનો પ્રયત્ન કર્યો હતો. કાર સવારને જોતા જ સુરક્ષાદળોએ ફાયરિંગ શરૂ કરી દીધી હતી.

સુરક્ષાદળોની ગોળીથી નકાબ બાંધેલ કાર ચાલક ઘાયલ થઇ ગયો હતો. ઘાયલને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો હતો. જયાં તેનું મોત નીપજયું હતું. હુમલાની સૂચના મળતાની સાથે જ ઘટના સ્થળે જમ્મુ કાશ્મીર પોલીસના ઉચ્ચ અધિકારીઓ પહોંચી ગયા હતાં. આ મામલાની તપાસ ચાલી રહી છે. મામલાની ગંભીરતાને જોતા તે વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છેઆ ઘટનામાં મૃતકના પિતાએ કહ્યું કે ગઇકાલે રાતે તે મારી સાથે જ હતો. તે રોજ જીમ જાય છે અને આજે પણ તે ત્યાં જ ગયો હતો. હું એ જાણવા માંગુ છુ કે તેને કેમ મારી નાંખ્યો? જયારે તેને ગેટ તોડ્યો ત્યારે સુરક્ષાકર્મીઓ કયાં હતાં, ત્યારે જ તેને અરેસ્ટ કેમ ન કરી લીધો?

આ ઘટના પર આઈજી જમ્મુ જોન એસડી સિંહ જામવાલનું કહેવું છે કે ફારુખ અબદુલ્લાએ ઘરમાં પૂંછ નિવાસી મુર્ફા  શાહએ જબરદસ્તી ઘુસવાનો પ્રયત્ન કર્યો હતો. તે વીઆઈપી ગેટમાંથી જબરદસ્તી એસયુવીમાં જઇ રહ્યો હતો. તેની પાસે કોઇ હથિયાર ન હતા.(૨૧.૨૧)

 

(3:47 pm IST)