Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

રાહુલ ગાંધીએ વિડીયો શેર કરીને જણાવ્યું, જ્યારે પીએમ મોદીએ મેહુલ ચોકસીને કહ્યું હતું, 'મેહુલભાઇ'

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ભાગેડુ હિરા કારોબારી મેહુલ ચોકસીના એન્ટીગુઆની નાગરિકતા હાંસલ કરવા અંગે નરેન્દ્રભાઇ મોદી સરકાર પર નિશાન સાધ્યું અને દાવો કર્યો કે પંજાબ નેશનલ બેંકના ૧૩ હજાર કરોડ રૂપિયાની 'લૂંટ' કરનારા મેહુલ ચોકસીને એ સરકારે કલીનચીટ આપી જેથી તે એન્ટીગુઆના નાગરિક બની શકે. રાહુલ ગાંધીએ વીડિયો શેર કરીને ટ્વિટ કર્યું, 'આજ કી બડી ખબર' : ભારતના શ્રીમાન ૫૬ના 'સુટબુટવાળા' મિત્ર મેહુલ'ભાઇ' ચોકસીને ૨૦૧૭માં કલીનચીટ આપી જેનાથી તેને એન્ટીગુઆની નાગરિકતા પ્રાપ્ત કરેલ.

 

(3:47 pm IST)