Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

રેલવે ભાડાના સમયાંતરે રિવિઝનનો પ્રસ્તાવ

નવી દિલ્હી તા. ૪ : પ્રવાસી સેવામાં રૂ. ૩૫૦૦૦ કરોડની ખોટને ધ્યાનમાં લેતા આવક વધારવા માટે ભારતીય રેલવેએ રેલવેનાં ભાડાંનું સમયાંતરે વિવેકપૂર્ણ રીતે રિવિઝન કરવાનો પ્રસ્તાવ સંસદીય પેનલે મૂકયો હતો.

ભારતીય રેલવેની રેલવે કન્વેન્શન કમિટીએ ઇન્ટરનલ રિસોર્સિઝ જનરેશન રિપોર્ટ શુક્રવારે લોકસભામાં રજૂ કરેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે રેલવે બોર્ડે પેનલને એ વાતની જાણ કરી હતી કે લગભગ પંદર વર્ષથી રેલવેના પ્રવાસી ભાડાં વધારવામાં ન આવ્યા હોવાને લીધે નુકસાન થઇ રહ્યું છે.

કમિટીએ રજૂ કરેલા રિપોર્ટમાં જણાવાયું હતું કે પ્રવાસી સેવામાં થઇ રહેલા નુકસાનને ધ્યાનમાં લેતા કમિટીના અભિપ્રાય પ્રમાણે પ્રવાસી આવકમાં વધારો કરવા અન્ય પગલાં લેવા સિવાય તબક્કાવાર રીતે ભાડામાં વધારો કરવો જોઇએ. આ સાથે પેનલે ફલેકસી ફેર યોજનાથી કેટલો લાભ થયો એ પણ રજૂ કરવા જણાવ્યું હતું. (૨૧.૭)

(11:58 am IST)