Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

મરાઠા આંદોલનની મહાનગરપાલિકાની ચૂંટણી પર અસર નહીં: જળગાવ અને સાંગલીમાં BJPએ મેળવી સ્પષ્ટ બહુમતી

મુંબઇ તા. ૪ :.. મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ માટે થઇ રહેલા આંદોલન વચ્ચે રાજયની બે મહાનગરપાલિકાની ચૂંટણી કરવામાં આવી હતી અને આમાંથી એક સાંગલી નગરપાલીકા તો મરાઠા સમાજના ગઢમાં અને કોંગ્રેસ-એનસીપીનો ગઢ ગણાતા શુગર બેલ્ટમાં આવતી હોવા છતાં બન્ને નગરપાલિકામાં બીજેપીએ સ્પષ્ટ બહુમતી  મેળવીને બધાને ચોંકાવી દીધા છે. જળગાવ નગરપાલિકાની ૭પમાંથી પ૭ બેઠકો પર બીજેપીએ વિજય મેળવ્યો છે, જયારે સાંગલીમાં ૭૮ માંથી ૪૧ બેઠકો બીજેપીને મળી છે. સાંગલીમાં શિવસેના ખાતુ ખોલવામાં નિષ્ફળ ગઇ હતી, જયારે કોંગ્રેસ-એનસીપી બન્ને પક્ષને મળીને ૩પ બેઠક મળી હતી. જળગાવમાં કોંગ્રેસ-એનસીપી કોઇ બેઠક જીતી શકી નહોતી, જયારે AIMIMએ ત્રણ બેઠક જીતીને આશ્ચર્ય સરજયું હતું. (પ-૬)

કોને કયાં કેટલી બેઠક? સાંગલી-મિરજ-કુપવાડ

(કુલ સીટ ૭૮)

        ર૦૧૮  ર૦૧૩

બીજેપી ૪૧     ૦

શિવસેના        ૦      ૦

એનસીપી       ૧પ     ૧૯

કોંગ્રેસ  ર૦     ૪૧

અન્યો  ર       ૧૮

જળગાવ (કુલ સીટ ૭પ)

બીજેપી પ૭     ૧પ

શિવસેના        ૧પ     ૦

કોંગ્રેસ  ૦      ૦

અન્ય   ૩      ૪૯

(11:57 am IST)