Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

ડ્રાફટ નોટિફિકેશન જાહેર

ISI માર્ક વગરનું હેલમેટ પહેરેલુ હશે તો ભરવો પડશે દંડ

નવી દિલ્હી તા. ૪ : ચાર મહિના પહેલા હલકી ગુણવતા અને ISI માર્ક વગરના હેલમેટ ઉત્પાદન અને તેના વિચાણ પર પ્રતિબંધ મૂકયો હતો. હવે સરકાર ઓકટોબરથી તેના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવા જઈ રહી છે. આ મામલે રોડ મંત્રાલયે ડ્રાફટ નોટિફકેશન જાહેર કરી દીધું છે.

હેલમેટની ગુણવતા અંગે આ વર્ષે ૨૦ માર્ચના રોજ 'હેલમેટ કવાલિટી કંટ્રોલ ઓર્ડર, ૨૦૧૮' અનુસાર હેલમેટનું ઉત્પાદન ભારતીય માનક બ્યૂરોને અનુરૂપ અને આઈએસાઈ માર્ક સાથે કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. હેલમેટ કવોલિટી કંટ્રોલ ઓર્ડર, ૨૦૧૮ અનુસાર હેલ્મેટના બનાવવા માટે વસ્તુઓ અને સામગ્રીની ગુણવતા નક્કી કરવાની જવાબદારી માનક બ્યૂરોની રહેશે અને તેઓ જ તૈયાર હેલમેટને પ્રમાણિત કરશે. ડ્રાફટ નોટિફિકેશન મુજબ ઓકટોબર મહિના બાદ ગેજેટમાં પ્રકાશિત થયા બાદ ટ્રાફિક પોલીસ આઈએસઆઈ માર્ક વગરનું હેલમેટ પહેર્યું હશે તો દંડ ફટકારશે. એટલા માટે આજે જ ચેક કરી લેજો તમારું હેલમેટ. (૨૧.૪)

 

(11:57 am IST)