Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

મહિન્દ્રાને પાછળ છોડી હોન્ડા બની દેશની ત્રીજી સૌથી મોટી કાર કંપની

નવી દિલ્હી તા. ૪ : જાપાની કાર કંપની હોન્ડા કાર ઈંડિયાએ પેસેન્જર કાર સેલ્સ મામલે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીને પાછળ છોડી દીધી છે. જુલાઈ ૨૦૧૮ના સેલ્સના આંકડાઓના હિસાબથી હોન્ડા હવે દેશની ત્રીજી સૌથી મોટી કંપની બની ગઈ છે. હોન્ડાના વધી રહેલા સેલીંગ પાછળ સૌથી મોટો ફાળો હોન્ડાની Amaze કારનો છે. પ્રાપ્ત વિગતો અનુસાર હોન્ડાએ જુલાઈ ૨૦૧૮માં ૧૯,૯૭૦ યુનિટ્સ વેચ્યા હતા. તો આ દરમિયાન મહિન્દ્રાએ ૧૯,૭૮૧ યુનિટ્સ વેચ્યા છે. તો મહત્વની વાત એ છે કે મહિન્દ્રાના ડોમેસ્ટિક સેલમાં ૬ ટકાનો ઘટાડો નોંધાયો છે.

હોન્ડા કાર ઈન્ડિયાએ આ પહેલા મહિન્દ્રાથી વધારે કાર માર્ચ ૨૦૧૫માં વેચી હતી. તે સમયે હોન્ડાએ ભારતમાં ૨૨,૬૯૬ યુનિટ્સ વેચ્યા હતા જયારે મહિન્દ્રાએ ૨૧,૦૩૦ યુનિટ્સ વેચ્યા હતા. હોન્ડાનું જુલાઈમાં સેલીંગ વાર્ષિક આધાર પર ૧૭ ટકા વધારે ગ્રોથ નોંધવામાં આવ્યો છે.

ઓલ ન્યૂ અમેઝને પ્રથમ વાર ફેબ્રુઆરી ૨૦૧૮માં ઓટો એકસપોમાં રજૂ કરવામાં આવી હતી અને મે ૨૦૧૮માં આને લોન્ચ કરવામાં આવી હતી. લોન્ચ કર્યા બાદ હોન્ડા અમેઝની માંગ બજારમાં સતત વધી હતી. હોન્ડા અમેઝે જુલાઈ ૨૦૧૮માં રેકોર્ડ નોંધાવ્યો હતો. કંપનીએ આ મહિને અમેઝના ૧૦,૧૮૦ યુનિટ્સ વેચ્યા છે. હોન્ડાના ટોટલ સેલીંગમાં અમેઝની ભાગીદારી આશરે ૫૧ ટકા રહી છે. તો આ સાથે જ જુલાઈ મહિનો ૨૦૧૮માં હોન્ડા માટે સૌથી શ્રેષ્ઠ સાબિત થયો છે. (૨૧.૫)

(11:55 am IST)