Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

BSNL ૨૭ રૂપિયામાં આપી રહી છે અનલિમિટેડ કોલ અને 1GB ડેટા

નવી દિલ્હી તા. ૪ : BSNLએ પોતાના યૂઝર્સ માટે એક નવો એન્ટ્રી લેવલ પ્રીપેડ પ્લાન જાહેર કર્યો છે. ૨૭ રૂપિયાના આ પ્લાનમાં ડેટા અને વોઈસ કોલિંગની સુવિધા મળશે. ટેલિકોમ ટોકની એક રિપોર્ટ મુજબ આ પ્લાનમાં સાત દિવસની વેલિડિટી સાથે 1GB 2G/3G ડેટા મળશે. આ ઉપરાંત સાત દિવસ સુધી અનલિમિટેડ વોઈસ કોલ અને ૩૦૦ SMSની સુવિધા મળશે.

તમામ સર્કલ પર ૬ ઓગસ્ટ પહેલા આ પ્લાન લાગુ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અનલિમિટેડ કોલિંગનો લાભ મુંબઈ અને દિલ્હી સર્કિલના નંબરો પર નહીં મળે. અન્ય ટેલિકોમ કંપનીઓની વાત કરીએ તો રિલાયન્સ જિયો પાસે સાત દિવસની વેલિડિટી વાળો ૫૨ રૂપિયાનો પ્લાન છે. જેમાં અનલિમિટેડ કોલિંગ, 1GB 4G ડેટા અને ૭૦ SMS મળે છે.

એરટેલ પાસે ૪૭ રૂપિયાનો પ્લાન છે જેમાં ૫૦૦ MB 3G/4G ડેટા, ૧૫૦ મિનિટ કોલિંગ અને ૫૦ SMSની સુવિધા આપવામાં આવે છે. ટેલિકોમ કંનપી વોડાફોન પણ આ પ્રકારનો પ્લાન આપી રહી છે. જોકે તેની વેલિડિટી ૨૮ દિવસની છે. વોડાફોનના ૪૭ રૂપિયાના પ્લાનમાં ૧૨૫ મિનિટ કોલિંગ, ૫૦ SMS અને ૫૦૦ MB 3G/4G ડેટા મળશે.

(11:55 am IST)