Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

મરાઠા આંદોલન વધુ ઉગ્ર બનવા સંભવ :

૯ ઓગસ્ટે ધરણા - રેલી : ૧૬ ઓગસ્ટે મહારાષ્ટ્ર બંધ ? ફડણવીસ સરકારે ૧૫ વધુ કંપની માગી

મુંબઇ : શિક્ષણ અને સરકારી નોકરીમાં અનામત અને ૭૨ હજાર સરકારી નોકરીની ભરતી ઉપર રોક લગાવવાની તથા મરાઠા અનામત આંદોલનમાં જીવ આપનારાના પરિવારને ૫૦-૫૦ લાખ આપવાની માંગણી સાથેના મરાઠા સમાજનું અનામત આંદોલન બેકાબુ થતું હોવા વિશેની વધતી જતી ચિંતા તથા નવમી ઓગસ્ટે મરાઠા સમાજના ધરણા અને ૧૬મી ઓગસ્ટે મહારાષ્ટ્ર બંધની સંભાવના વચ્ચે મહારાષ્ટ્રના ગૃહ ખાતાએ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની ૧૫ ટુકડીઓની માંગણી કરતો પત્ર કેન્દ્ર સરકારને લખ્યો છે.(૨૧.૧૨)

(11:53 am IST)