Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

સેરિડોન-ડી કોલ્ડ સહિત ૩૪૩ જેટલી દવાઓ બંધ થશેઃ કફ સિરપથી લઇને પેઇન કિલર સુધીની દવાઓ સામેલ

નવીદિલ્હીઃ સ્વાસ્થ્ય મંત્રાલય દેશની સર્વોચ્ચ ડ્રગ એડવાઇઝરી બોર્ડની એક પેટા સમિતિની ભલામણોને સ્વીકારતા ટુંક સમયમાં ૩૦૦ થી વધુ દવાઓ ઉપર પ્રતિબંધ મુકશે. આ ફિકસ્ડ ડોઝ કોમ્બીનેશન (એફડીસી) દવાઓ છે. પીરામલ, સિપ્લા, લ્યુપીન જેવી અનેક કંપનીઓને અસર થશે. જો ભલામણો લાગુ કરાય તો ફેસેડીલ, સેરીડોન, ડી કોલ્ડ જેવી દવાઓ જેમ કે કફ સિરપ, દર્દ નિવારક, ફલુ જેવી દવાઓ ઉપર પ્રતિબંધ મુકાશે હાલ ૩૪૩ દવાઓ છે. એફડીસી પ્રતિબંધ થી દવા બજારમાં લગભગ ર ટકા એટલે કે ૨૦૦૦ કરોડની દવાઓ ઉપર અસર પડશે. (૧.૪)

(11:53 am IST)