Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

એક દિવસમાં તમારે કેટલી રોટલી ખાવી જોઇએ?

રોટલીમાં માત્ર કાર્બોહાઇડ્રેટ નહી પરંતુ પ્રોટીન અને ફાઇબર પણ હોય છે

નવી દિલ્હી તા. ૪ : ઘણીવાર લોકો વજન ઘટાડવા માટે ડાયટિંગ કરતા હોય છે. આ સમયે ખાવામાંથી કોઈ વસ્તુ ઓછી કરે તો તે રોટલીની સંખ્યા હોય છે. કાર્બોહાઈડ્રેટ્થી ભરપૂર હોવાના કારણે લોકોને લાગે છે કે રોટલી ખાવાથી તેમનું વધે છે અને આથી રોટલી ઓછી ખાય છે. શું તમે કયારેય આવું વિચાર્યું છે? જો હા તો તમારે જાણવું જોઈએ કે તમારે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ.

રોટલીમાં માત્ર કાર્બોહાઈડ્રેટ નહીં પરંતુ પ્રોટિન અને ફાઈબર પણ હોય છે અને આ ૨ મહત્વપૂર્ણ પોષકતત્વ છે. આ પોષકતત્વોનું સેવન વજન ઘટાડવા માટે જરૂરી છે. જો આપણે ૬ ઈંચની એક રોટલીની વાત કરીએ તો તેમાં લગભગ ૧૫ ગ્રામ કાર્બાહાઈડ્રેટ, ૩ ગ્રામ પ્રોટીન અને ૦.૪ ગ્રામ ફાઈબર હોય છે.

જો તમે વેઈટ લોસ ડાયેટ પર છો તો તમારા માટે જાણવું જરૂરી છે કે તમારે એક દિવસમાં કેટલું કાર્બોહાઈડ્રેટ લેવું જોઈએ. જો તમે એક દિવસમાં ૨૫૦ ગ્રામ કાર્બ્સ લેવા ઈચ્છો છો જેમાં ૭૫ ગ્રામ કાર્બ્સ તમે રોટીથી લેવા ઈચ્છો તો ૧થી ૫ રોટલી ખાઈ શકો છો. પરંતુ ઘ્યાન રહે કે એવી ઘણી વસ્તુઓ છે, જેના દ્વારા તમારા શરીરમાં કાર્બ્સ પહોંચે છે. અને આ વસ્તુઓ ખાંડ, દૂધ અને સોડા છે.

વજન ઘટાડવા માટે સૌથી સામાન્ય નિયમ આ છે અને એકસપર્ટ્સ પણ માને છે કે તમારે કાર્બોહાઈડ્રેટ જેવી કે રોટલીને શકય હોય ત્યાં સુધી દિવસે લેવો જોઈએ. તમે ઈચ્છો તો લંચમાં અથવા પછી સાંજે ૪ વાગ્યા સુધી રોટલી ખાઈ શકો છો. પરંતુ આ બાદ એટલે ક સાંજે અને રાત્રે તમારે કાર્બોહાઈડ્રેટનું સેવન ઘટાડી દેવું જોઈએ.

કુલ મળીને જોઈએ તો પરિણામ એમ નીકળે છે કે રોટલી ખાવા માટે કોઈ લીમિટ નથી. તમારે એક દિવસમાં કેટલી રોટલી ખાવી તે તમારા શરીરને કેટલા કાર્બોહાઈડ્રેટની જરૂર છે અને તમારા વજન ઘટાડવાના લક્ષ્ય પર આધાર રાખે છે. જો તમે કાર્બોહાઈડ્રેટ ઓછું લેવા માગતા હોય તો સાંજે ૪ વાગ્યા પહેલા રોટલી ખાઈ લેવી જોઈએ.(૨૧.૧૨)

(11:49 am IST)