Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ રચશે વધુ ઈતિહાસ: ઉડાવશે પહેલી પ્રાઈવેટ સ્પેસશિપ

ભારતીય મૂળના અમેરિકી અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ વધુ એક ઈતિહાસ રચવા જઈ રહી છે. જી હા, સુનિતા વિલિયમ્સને અમેરિકામાં તૈયાર થયેલી પ્રાઈવેટ સ્પેશિપને પ્રથમવાર અંતરિક્ષમાં લઈ જવાની તક મળી છે.

     અત્રે ઉલ્લેખનીય છે કે  9 સભ્યોવાળા ક્રૂમાં સુનિતા વિલિયમ્સ પણ સામેલ છે. આ પ્રાઈવેટ સ્પેસશિપ 2019ની શરૂઆત અથવા મધ્ય સુધીમાં ઉડાન ભરી શકે છે.

(11:02 am IST)