Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

2006માં કાયદો લવાયો : ઘુસણખોરોને કોંગ્રેસે સહકાર આપ્યો :વિકિલીક્સનો ધડાકો

નવી દિલ્હી ;નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝન એનઆરસી મામલે દેશમાં રાજકીય ગરમાવો વચ્ચે વિકિલીક્સે નવો ધડાકો કર્યો છે વિકિલીક્સના નવા ખુલાસામાં યુપીએ ચેરપરસન સોનિયા ગાંધી અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે ખુલાસામાં કોંગ્રેસ પર બાંગ્લાદેશી ઘુસણખોરોને સહકાર આપવાનો આરોપ લગાવ્યો છે

   ખુલાસામાં કહેવાયું છે કે 2006માં જે કાયદો લાવ્યા હતા તેના અંતગર્ત અસમમાં રહેતા બાંગ્લાદેશીને વિદેશી સાબિત કરવાની જવાબદારી વહીવટીતંત્રની હતી તેનાથી જોડાયેલ IMDT કાયદાને 2011માં સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય જાહેર કર્યો હતો

   કોંગ્રસે 2006માં નવો કાયદો રજૂ કર્યો હતો,વિકિલીક્સે આરોપ લગાવ્યો છે કે મુસ્લિમ મત પોતાના પક્ષમાં કરવા માટે તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ અપીલ કરી હતી કે તેની સરકાર અપ્રવાસીઓના કાનૂનને બદલવા વિચાર કરી શકે છે   

  વિકિલીક્સના ખુલાસામાં લખાયું છે કે કોંગ્રેસને ડર હતો કે તેના હાથમાંથી મુસ્લિમ મત સરકી જશે તેને લઈને આ અપીલ કરાઈ હતી મુસ્લિમ કોંગ્રેસની વોટબેન્ક રહી છે અને તેનું વલણ બાંગ્લાદેશી વસાહતીઓના હક્કમાં હતું

  અત્રે ઉલ્લેખનીય છે કે અસમમાં NRCનો આંકડો જાહેર થયા બાદ દેશની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે સડકથી સંસદ સુધી આ મુદ્દે તીખી ચર્ચા ચાલુ છે

   આ મુદ્દે કોંગ્રેસ મોદી સરકાર પર પ્રહાર કરી રહી છે કોંગ્રેસના વરિષ્ઠ પ્રવકતા આનંદ શર્માએ કહ્યું કે ભાજપ અને કેન્દ્ર સરકારએ રાષ્ટ્રહિતમાં અને એકતાના આ મુદ્દે જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ તેઓએ કહ્યું કે  કોંગ્રેસ એક મોટી સંખ્યામાં ભારતીયોને પોતાના દેશમાં જ શરણાર્થીઓની માફક છોડી દેવાનો મુદ્દો ઉઠાવશે

(9:04 am IST)