Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

આસામમાં NRC ડ્રાફ્ટ મુદ્દે ટીએમસી આરપારની લડાઈના મૂડમાં:રવિવારે પશ્ચિમ બંગાળમાં બ્લેક ડે મનાવવા એલાન

સાંસદો -વિધાયકોની અટકાયતના વિરોધમાં બે દિ' કાળો દિવસ મનાવશે

કોલકતા :અસમમાં એનઆરસી ડ્રાફ્ટ મુદ્દે મમતા બેનર્જીનો તૃણમૂલ કોંગ્રેસ પક્ષ આરપારની લડાઈ લડી લેવાના મૂડમાં છે. રવિવારે પશ્ચિમ બંગાલમાં બ્લેક ડે પાળવાનું એલાન આપ્યું છે.

   આસામના હવાઈ મથક પર ગુરુવારે પક્ષના સાંસદો અને વિધાયકોની અટકાયત કરવાના વિરોધમાં ટીએમસી શનિ અને રવિવાર બે દિવસ કાળો દિવસ મનાવશે.

  સિલચર એરપોર્ટ ઉપર ટીએમસીના ૬ સાંસદો અને ૨  વિધાયકો-પ્રધાનની અટકાયત કરી તેમની સાથે ધક્કામુકી કરી અને એટલૂજ નહીં મહિલા સદસ્ય સાથે દુર્વ્યવહાર કર્યો હોવાના આક્ષેપ કર્યા છે.

(12:00 am IST)