Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

કોંગ્રેસને કારણે મુસ્લિમો અનામતથી વંચિત :અબુ આઝમીનો આરોપ

સપાના મહારાષ્ટ્ર પ્રદેશ પ્રમુખ અબુ આઝમીએ શિવસેના મુસ્લિમોને અનામત મળે તે ઈચ્છાને આવકારી

 

મુંબઈ :સમાજવાદી પાર્ટીના મહારાષ્ટ્રના પ્રદેશ પ્રમુખ અબુ આઝમીએ કહ્યું હતું કે મુસ્લિમોને કોંગ્રેસ પાર્ટીના કારણે અનામત મળી નથી, પોતાના કાર્યકાળમાં કોંગ્રેસ ધાર્યું હોત તો મુસલમાનોને અનામત મળી ગયું હોત.

   અબુ આઝમીએ કહ્યું હતું કે અનામતની માંગણીને લઈને સ્કુલ બંધ કરાવીશું. સરકાર સાંભળતી હોવાનો આરોપ લગાવતા અબુ આઝમીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર આરોપ લગાવી કહ્યું કે ફડણવીસ સરકાર તેમનું સાંભળે છે જેમની પાસે તાકાત હોય છે. જો અમે મરાઠાઓની જેમ હિંસક થઈશું તો અમને ગોળી મારી દેવામાં આવશે.

શિવસેના પર બોલતા આઝમીએ કહ્યું હતું કે શિવસેના ઇચ્છે છે કે મુસ્લિમોને પાંચ ટકા અનામત મળે. અમે તેનું સ્વાગત કરીએ છીએ.

(12:00 am IST)