Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

અમેરિકાની વિકટર વિલ્લે જેલમાં ૪૦૦ જેટલા એશિયન અમેરિકન નિરાશ્રીતોની કફોડી દશાઃ શીખોને પાઘડી પહેરવાની મનાઇ તથા શાકાહારી ભોજન ઉપર પ્રતિબંધ

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં ૪૦૦ જેટલા એશિયન અમેરિકન નિરાશ્રીતોને ઇમિગ્રેશન એન્‍ડ કસ્‍ટમ્‍સ એન્‍ફોર્સમેન્‍ટએ વિકટર વિલ્લે ફેડરલ પ્રિઝનમાં રાખ્‍યા છે જ્‍યાં શીખોને તેમના ધાર્મિક પ્રતિક સમી પાઘડી પહેરવા ઉપર પ્રતિબંધ મુકાયો છે. તેમજ શાકાહારી ભોજન આપવામાં આવતું નથી. આ બાબત ખુલ્લેઆમ અમેરિકાના કાયદાઓના ભંગ સમાન છે. તેવું ઇમિગ્રેશન ડીફેન્‍ડર્સ લો સેન્‍ટરના કો-લીગલ ડીરેકટર ઇન્‍ડિયન અમેરિકન સુશ્રી મુનમીથ કૌર સોનીએ સમાચાર સૂત્રોને જણાવ્‍યું છે તથા યુ.એસ.ના ઇતિહાસમાં આવું સૌપ્રથમવાર બન્‍યુ હોવાનું ઉમેર્યુ છે.

શીખ કોલિશન એડવાઇઝરી બોર્ડમાં સેવાઓ આપતા એટર્ની શ્રી દીપક આહલુવાલિયાએ પણ ઉપરોક્‍ત બાબતને આઘાતનજક ગણાવી છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:54 pm IST)