Gujarati News

Gujarati News

News of Thursday, 4th July 2019

સર્વિસિસ સેકટર PMI મે ૨૦૧૮ પછી પહેલી વખત ઘટયો

નવી દિલ્હી, તા.૪: જૂન મહિનામાં સર્વિસિસ સેકટર PMI મે ૨૦૧૮ પછી પહેલી વખત ઘટયો છે. IHS માર્કિટ ઇન્ડિયા સર્વિસિસ બિઝનેસ એકિટવિટી ઇન્ડેકસ ગયા મહિને ૪૯.૬ના સ્તરે રહ્યો છે, જે મેના ૫૦.૨ની તુલનામાં દ્યટાડો દર્શાવે છે. ૫૦ના ઉપરનો PMI વૃદ્ઘિ અને નીચેનો PMI ઘટાડો સૂચવે છે.

મંદ વેચાણને કારણે વર્ષમાં પહેલી વખત બિઝનેસ પ્રવૃત્તિમાં ઘટાડો નોંધાયો હતો. IHS માર્કિટના પ્રિન્સિપાલ ઇકોનોમિસ્ટ પોલિઆના દિ લિમાએ જણાવ્યું હતું કે, PMIના તાજેતરના આંકડા વર્ષના પ્રારંભે નોંધાયેલો વૃદ્ઘિદર ટકવા અંગે તેમજ કંપનીઓ દ્વારા રોજગારી સર્જન બાબતે પ્રશ્ન ઉઠાવે છે. સર્વિસિસ સેકટરમાં વેચાણની સ્થગિતતાને કારણે બિઝનેસ એકિટવિટીમાં ઘટાડો નોંધાયો હતો.

લિમાએ કહ્યું હતું કે, કેટલીક કંપનીઓ ઊંચા ટેકસ દરને મંદ માંગ સાથે જોડી રહી છે, જે આશ્યર્યજનક છે. GSTના અમલને બે વર્ષ થઈ ચૂકયા છે. IHS માર્કિટ ઇન્ડિયા કોમ્પોઝિટ PMI આઉટપુટ ઇન્ડેકસ મે મહિનાના ૫૧.૭થી ઘટીને ૫૦.૮ રહ્યો છે, જે આંક વર્ષમાં સૌથી નીચો છે. આગામી સમયમાં ભારતના સર્વિસ પ્રોવાઇડર્સને માંગની સ્થિતિમાં સુધારાની આશા છે. ઉલ્લેખનીય છે કે, IHS માર્કિટ ઇન્ડિયા કોમ્પોઝિટ PMI આઉટપુટ ઇન્ડેકસમાં મેન્યુફેકચરિંગ અને સર્વિસિસ બંને સેકટરનો સમાવેશ થાય છે.(૨૩.૧૫)

(11:33 am IST)