Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

સોમવારથી ધાર્મિક સ્થળો,મોલ,રેસ્ટોરન્ટ ખોલવાની ગાઇડલાઇન જાહેર :

આરોગ્ય સેતુ એપ રાખવી,ફેસ માસ્ક અને છ ફૂટની અંતર રાખવું જરૂરી:મોલની અંદર દુકાનો ખુલશે પરંતુ ગેમિંગ આર્કેડ્સ અને બાળકોને રમવાની જગ્યા અને સિનેમા હોલ બંધ:ધાર્મિક સ્થળોએ પ્રસાદ,સંગીત સમારોહ થઇ શકશે નહીં

નવી દિલ્હી: સ્વાસ્થ્ય મંત્રાલયે  ધાર્મિક સ્થળો, મોલ, રેસ્ટોરેન્ટ્સ ખોલવાની દિશાર્નિદેશ જાહેર કરી દીધા છે. ગૃહ મંત્રાલયે શનિવારે જાહેર દિશાનિર્દેશમાં કંટેન્ટમેન્ટ ઝોનને છોડીને બાકીના ભાગમાં ધર્મસ્થળો, મોલ, રેસ્ટોરેન્ટ અને હોટલવાની અનુમતિ આપી હતી.  જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન્સમાં કહેવામાં આવ્યું છે મોલ, હોટલ અને ધાર્મિક સ્થળોમાં જનારને ફોનમાં આરોગ્ય સેતૂ એપ રાખવી પડશે, ફેસ માસ્ક લગાવવું પડશે અને બીજા લોકોએ ઓછામાં ઓછા 6 ફૂટનું અંતર રાખવું પડશે.

 

 શોપિંગ મોલમાં દુકાનદારોને ભીડ એકઠી થતી રોકવી પડશે. જેથી સોશિયલ ડિસ્ટેસિંગના નિયમોનું પાલન સુનિશ્વિત થઇ શકે. સરકારે કહ્યું કે એલિવેટરો પર પણ લોકોની સીમિત સંખ્યા નક્કી કરવી પડશે.

મોલોની અંદર દુકાનો તો ખુલશે, પરંતુ ગેમિંગ આર્કેડ્સ અને બાળકોને રમવાની જગ્યા અને સિનેમા હોલ બંધ રહેશે.શોપિંગ મોલોમાં એર કંડિશનિંગ 24 થી 30 ડિગ્રી અને હ્યૂમિડિટી 40 થી 70 ટકા રાખવાનો નિર્દેશ.
હોટલોમાં તે સ્ટાફ અને મહેમાનોની અનુમતિ હશે જેમને કોરોના સંક્રમણના કોઇ લક્ષણ નથી.

હોટલોમાં પેમેન્ટ ઓનલાઇન અથવા ઇલેક્ટ્રિક ફોર્મ સિલેક્ટ કરવામાં આવશે અને કેશ લેણદેણથી બચવું જોઇએ.હોટલ મહેમાનોને ઓનલાઇન ફોર્મ પુરૂ પાડશે, કોન્ટેક્લેસ ચેક-ઇન અને ચેક-આઉટની વ્યવસ્થા હોય.

રૂમમાં મહેમાનોનો સામાન રાખતાં પહેલાં ડિસઇન્ફેક્ટ કરવામાં આવે.ગેસ્ટ માટે રૂમ સર્વિસ તો રહે, પરંતુ બધી વાતચીત મોબાઇલ અથવા રૂમમાં લાગેલા ફોનથી થશે.
ધર્મસ્થળોમાં પ્રાથના સભાનું આયોજન નહી કરવા અને શ્રદ્ધાળુઓને ઘરેથી ચટાઇ અથવા કપડું લઇ જવાની સલાહ આપવામાં આવી છે.પ્રસાદ વિતરણ અથવા પવિત્ર જળ છાંટવાની પ્રથા પર પ્રતિબંધ રહેશે.ધર્મસ્થળોમાં સંગીત તો વાગશે, પરંતુ કલાકારોને એકઠા કરીને ભજન-કિર્તન જેવા સમારોહ આયોજિત થશે નહી.

મૂર્તિઓ, પવિત્ર ધર્મ ગ્રંથોને અડવાની પરવાનગી રહેશે નહી.

(11:46 pm IST)