Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

શાહિનબાગમાં ફરી CAA વિરુદ્ધ ધરણા કરવા તૈયારીઓ શરૂ : પોલીસ કાફલો તૈનાત કરાયો

ધરણા થવાની ભનક લગતા 100થી વધુ જવાનો તૈનાત કરી દીધા

નવી દિલ્હી: નાગરિકતા કાયદો એટલે કે સીએએના વિરોધમાં આખા દેશમાં ચર્ચાનુ કેન્દ્ર બનેલા દિલ્હીના શાહીન બાગમાં ફરી ધરણા શરુ કરવા માટેની તૈયારી ચાલી રહી હોવાની ખબર મળતા મોટી સંખ્યામાં પોલીસ જવાનો આ વિસ્તારમાં તૈનાત કરી દેવાયા છે.

નાગરિકતા કાયદા સામે ગૂપચૂપ રીતે ધરણા ચાલુ કરી દેવા માટે કેટલાક લોકો સક્રિય થયા છે.જોકે પોલીસને તેની ભનક લાગી જતા 100 જેટલા જવાનો હાલમાં અહીંયા તૈનાત કરાયા છે.

એવા પણ અહેવાલ છે કે, કેટલીક મહિલાઓ ધરણા શરુ કરવા માટે પહોંચી પણ ચુકી હતી.જોકે પોલીસે તેમને સમજાવીને પાછી મોકલી દીધી હતી.શાહીનબાગની સાથે સાથે જામીયા વિસ્તારમાં પણ પોલીસ ફોર્સ તૈનાત કરાઈ છે.

છેલ્લા કેટલાક દિવસથી ધરણા માટે પ્લાનિંગ થઈ રહ્યુ હતુ અને બેઠકો યોજાઈ રહી હતી.જોકે આ જાણકારી પોલીસને મળી ગઈ હતી

(12:43 pm IST)