Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

હાય હાય... અમેરિકામાં કોરોનાથી સંક્રમિત ગંભીર હાલતવાળા દર્દીઓ ઇલાજ વખતે કોમામાં ગયા

ઇલાજ દરમિયાન એક તૃત્યાંશ ગંભીર દર્દીઓના મોત

નવી દિલ્હી તા. ૪ : અમેરિકામાં કોરોનાના ગંભીર દર્દીઓમાંથી મોટાભાગના સારવાર દરમિયાન કોમાની સ્થિતિમાં પહોંચી ગયા હતા.

આઇસીયુમાં દાખલ રહેવા દરમિયાન આ દર્દીઓમાં મૂર્છાનું સ્તર આંશિકથી માંડીને ગંભીર સુધીનું હતું, જેને કોમા ગણવામાં આવે છે. દર્દીઓમાં આ સ્થિતિ એક અઠવાડિયા સુધી રહી હતી. ઇન્ડિયાના યુનિવર્સિટી ઓફ મેડીસીનના વૈજ્ઞાનિકોના એક અભ્યાસમાં આવું જાહેર થયું છે. રિસર્ચરોએ સલાહ આપી છે કે સારવાર દરમિયાન ડોકટરો સંક્રમિત દર્દીઓ પર વિશેષ ધ્યાન આપે જેથી બેહોશીના લક્ષણો ઓળખીને તરત એનો ઇલાજ કરવામાં આવે.

રિસર્ચરોએ ૧ માર્ચથી ૨૭ એપ્રિલ સુધી લેવલ-૨ સ્તરના ટ્રોમા સેન્ટરમાં દાખલ કોરોનાના ૧૪૪ ગંભીર દર્દીઓનો અભ્યાસ કર્યો હતો. ાતેમણે જાણવા મળ્યું કે, આઇસીયુમાં દાખલ થવાના શરૂઆતના ૧૪ દિવસમાં ૭૩.૬ ટકા દર્દીઓ કોમામાં જતા રહ્યા હતા. તેમની આ અવસ્થા લગભગ એક અઠવાડિયા સુધી રહી હતી.

અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું કે, સારવાર દરમિયાન દર્દી કોમામાં જતો રહેવાથી તેના જીવનું જોખમ દસ ટકા વધી જાય છે. કોમામાં ગયેલા એક તૃત્યાંશ દર્દીઓના મોત થયા હતા જ્યારે કોમામાં ન જનારા ગંભીર દર્દીઓમાંથી ૧૬ ટકાના મોત થયા હતા.

(11:24 am IST)