Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

ચીન વિરૂધ્ધ અમેરિકાની કડક કાર્યવાહી

ચીનથી આવતી તમામ ફલાઇટસ પર પ્રતિબંધ મૂકયો

૧૬ જૂનથી ચીનથી અમેરિકા આવતી બધી ફલાઇટસ પર પ્રતિબંધ અમલમાં આવશે

વોશિંગટન, તા.૪: કોરોના મહામારીના ઉદભવ અને દુનિયાભરમાં એના દ્યાતક ફેલાવાને મુદ્દે પરસ્પર આમને સામને આવી ચૂકેલા અમેરિકા-ચીનના સંબંધો હવે વણસી રહ્યા છે. તાજેતરમાં જ અમેરિકાએ ચીન વિરુદ્ઘ એક મહત્વનુ પગલુ લેતા ચીનથી અમેરિકા આવતી તમામ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રતિબંધ ૧૬ જૂનથી અમલમાં આવી જશે.

અમેરિકાએ આ પગલુ ત્યારે ઉઠાવ્યુ છે જયારે દુનિયાની બે સૌથી મોટી સત્ત્।ાઓ વચ્ચે ફ્લાઇટ્સને લઇને વર્તમાન સંધિનું પાલન કરવામાં ચીન નિષ્ફળ રહ્યુ હતું. ચીનમાંથી ઉદભવેલી કોરોના મહામારી આજે દુનિયાના મોટાભાગના દેશોને શિકાર બનાવી ચૂકી છે. અહીં સુધી કે મહાસત્તા અમેરિકા આ મહામારીથી સૌથી વધારે પ્રભાવિત બન્યુ છે. આ મહામારીના ફેલાવાના મુદ્દાને લઇને ચીન-અમેરિકાના સંબંધો વણસી ચૂકયા છે.

ચીની એરલાઇન્સએ મહામારી દરમિયાન પણ અમેરિકા માટે પોતાની તમામ ફ્લાઇટ્સ ચાલુ રાખી હતી. અમેરિકાએ ગત અઠવાડિયે ચીન પર અમેરિકન એરલાઇન્સ માટે ચીની ઉડાન ફરીથી શરુ કરના અસંભવ બનાવવાના આરોપ લગાવ્યા હતા. અમેરિકન પરિવહન વિભાગે સરકારી વેબસાઇટ પર આદેશ જારી કર્યો હતો કે ડેલ્ટા એલાઇન્સ અને યૂનાઇટેડ એરલાઇન્સ જૂનમાં ચીન માટે ઉડાન શરુ કરવા ઇચ્છે છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ્સ ફાઇવ વન પોલિસી હોવા છતા ચીન માટે ઉડાન ભરી નથી રહ્યા. આ પાછળ કારણ માનવામાં આવી રહ્યુ છે કે, અમેરિકન કંપનીઓએ ચીની નાગરિક ઉડ્ડયન પ્રશાસન તરફથી લગાવવામાં આવેલા પ્રતિબંધ પહેલા જ પોતાની સેવા રદ કરી દીધી હતી.(૨૩.૮)

 

(10:25 am IST)